ગુડ મોર્નિંગ..
કાલે બા સાથે થયેલી વાતો નાં ખજાના ની એક વાત..
...મે પૂછ્યું કેમ બા એક જ માં નાં બે સંતાનો મા એક
રામ જેવો હોય ને બીજો દુર્યોધન જેવો. તમે તો બેય ને
એક સરખા જ ઉછેર્યા છે ને ? તો એટલો સરસ જવાબ
મળ્યો કે મને પ્રશ્ન પૂછવાની એ શરમ આવી.
બા કે બે બળદ ની વાત સાંભળ..એક ના કર્મો સારા
કે મંદીરે પૂજાય ને એક ના કુકરમે ખેતર માં જોત્રાય.
આખો દિવસ મહેનત કરી ને માર ખાય ને એક ની
કેટલી મહત્તા કે એને પૂછી ને ભગવાન શિવ ને મળવું
પડે..માટે આમાં દોષ ઉછેર નો નહિ કર્મો નો છે..તો
સારા.કર્મ કરો ને પૂજનીય બનો બીજું શું..
મને થયું મને કોઈ એ આવું પૂછ્યું હોય તો હું આટલો
સરસ જવાબ ના આપી શકત.એટલે જ કદાચ મારા
સારા કરમે મને આવા માં જોડે થી સારું શીખવા નું નસીબ મળ્યું છે..