Gujarati Quote in Story by Bindu

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"દિલ ની અમીરી"
અનામિકા જ્યારે પણ પુસ્તકાલય જાય ત્યારે કાલાવડ રોડ પર આવેલા મંદિરે પણ ચોક્કસ જાય .તે દર શનિવારે પોતાની બાઈકમાં પુસ્તકાલય જતી વખતે અચુક આ મંદિરે જાય. હવે એક દિવસ બને છે એવું કે એની બાઈક છે કે ચાલતી નથી માટે સીટી બસમાં પુસ્તકાલય જાય છે. સીટી બસમાં પુસ્તકાલય જઈને પોતાના માટે પુસ્તકો લઇને તે વળતા આવે છે ત્યારે પુસ્તકાલયની સામેના સ્ટોપ પરથી જ સીટી બસમાં બેસે છે.
      તે દિવસે આગળના સ્ટોપ પરથી એક મોટી ઉંમરના માસી પણ આ બસમાં બેસે છે. અને આમ તેમ નજર દોડાવે છે અને અનામિકા ની બાજુમાં જ પોતે બેસી જાય છે થોડીવાર પછી જ્યારે ટિકિટ માટે કંડકટર પૂછવા આવે છે ત્યારે અનામિકા યુનિવર્સિટી રોડ ની ટિકિટ લઈ લે છે. પણ પેલા માસી પોતાના પર્સમાંથી એક 500ની નોટ કંડકટરને આપે છે ત્યારે કંડકટર કે છે કે છુટા નથી ત્યારે તે માસી પોતાનું પર્સ ફંફોસી ને અનામિકા સામે જોઈને કહે છે. કે આજે મારી પાસે છુટ્ટા પણ નથી અને મારી ગાડીમાં પણ પંચર પડ્યું ડ્રાઈવર ગાડી લઈને ઘરે આવશે જ ત્યારે અનામિકા કંડકટરને પોતાના પર્સમાંથી છુટા પૈસા આપીને કોટેચા ચોક સુધીની એ માસી ની ટિકિટ લઈ લે છે. હવે એ માસી અનામિકાને કહે છે કે મારી પાસે આજે છુટા નથી હું જ રહું છું ત્યાં જ તેનો કોટેચા ચોક નું સ્ટોપ આવી જાય છે તો ગમે ત્યારે તું મને મળજે અને બંને છૂટાં પડે છે‌.
     એના પછીના શનિવારે અનામિકા જ્યારે પોતાની બાઈકમાં કોટેચા ચોક પાસે થી પસાર થાય છે, ત્યારે તે પહેલા માસી ને જુએ છે અને પોતાનો હાથ ઊંચો કરે છે. પણ પેલા માસી પોતાનું મોં ફેરવી લે છે.

Gujarati Story by Bindu : 111328016
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now