હાર તું, છે જીત તું; વિજય નું છે ગીત તું..
રણભુમી માં છે કૃષ્ણ તું; દુષ્મનો માટે પ્રશ્ન તું..
ખોટા સામે છે ખાર તું; કટુ સત્ય નો પ્રહાર તું..
રવિકર ની છે ગર્મિ તું; ઝાંકળ ની છે નર્મિ તું..
અંદર પ્રગટતું તેજ તું; અજ્ઞાન માં ઉત્તેજ તું..
યુદ્ધ માં ખૂંખાર તું; પણ પ્રેમ નો ભન્ડાર તું..
નિર્મોહ નો ગુંજાશ તું; ઊંડે જબુકતી આશ તું..
ધર્મ તું, છે કર્મ તું; ઊંડી વાત નો છે મર્મ તું..
ભલે કઠોર નો સંકેત તું, અપાર વરસતું હેત તું..
ઈશ્વર થી ક્યાં જુદા છે તું, તારા ખુદ નો પણ ખુદા છે તું..!
- નિકુંજ પોકિયા