Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Every Married Couple Should Remember This Fangsui Tips To Get Happy Married Life

પલંગ સાથે જોડાયેલી આ વાતો લાવે છે સંબંધમાં મીઠાશ, એકવાર તો જાણવી જ.........!

વર્તમાન સમયમાં મોટાભાગના લોકો એવા હોય છે, જેમના વૈવાહિક જીવનમાં ઘણી સમસ્યાઓ બની રહે છે. આ જ કારણે પતિ-પત્નીના સંબંધો વચ્ચે તિરાડ અને અંતર વધી જાય છે. વૈવાહિક જીવનમાં આવી જ ઘણી સમસ્યાઓથી બચવા માટે ફેંગશુઈમાં ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. એક ઉપાય એ પણ છે કે, બેડરૂમમાં બિસ્તરને બારીથી દૂર જ રાખવો જોઇએ. આ ઉપાય કરવાથી પતિ-પત્ની વચ્ચે તણાવમાં કમી આવે છે. અહીં જાણો પતિ-પત્નીની વચ્ચે પરસ્પર પ્રેમ અને સુખ વધારનાર ફેંગશુઈના ઉપાય....

ફેંગશુઈની માન્યતાઃ-

ફેંગશુઈની માન્યતા એવી છે કે, વ્યક્તિની આસપાસ અનંત ઉર્જા છે. આ ઉર્જા સકારાત્મક અને નકારાત્મક બંન્ને પ્રકારની હોય છે અને તેનો જીવનના દરેક ક્ષણ પર પ્રભાવ પડતો હોય છે. ફેંગશુઈની ટિપ્સ નકારાત્મક ઉર્જાને નિષ્ક્રિય કરીને સકારાત્મક ઉર્જાને વધારે છે.

પલંગ ક્યારેય બારી પાસે ન હોવો જોઇએ કે?

પતિ-પત્નીના બેડરૂમમાં પલંગ અથવા બિસ્તર બારીની પાસે ન હોવો જોઇએ. જો પલંગ બારીની પાસે હોય તો સંબંધોમાં તણાવ અને એક-બીજા સાથે અસહયોગની પ્રવૃત્તિ વધે છે. જો બારીની પાસે બિસ્તર રાખવો પડે તેવી સ્થિતિ ઉત્પન્ન થતી હોય તો બારી અને પલંગ વચ્ચે પડદો જરૂર રાખવો. જેના કારણે નકારાત્મક ઉર્જા સંબંધો પર ખરાબ અસર કરશે નહી.

ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં રાખવી ઉર્જા વધારનારી વસ્તુઓઃ-

ફેંગશુઈ મુજબ ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાગને અંગત સંબંધો માટે એક્ટિવ માનવામાં આવે છે. આ માટે આ ભાગમાં સકારાત્મક ઉર્જાને સક્રિય અને નકારાત્મક ઉર્જાને નિષ્ક્રિય કરવા માટે તમે જે પણ પ્રયાસ કરશો, તે ખૂબ જ ફળદાયી સાબિત થશે. આ માટે આ ભાગમાં સકારાત્મક ઉર્જા વધારનારી વસ્તુઓ રાખવી.

-આવી વસ્તુઓનો પ્રયોગ કરવાથી બચવું જોઇએ જે અલગપણું દર્શાવતી હોય. છત પર બીમ હોવું અથવા એક પલંગ પર બે અલગ-અલગ ગાદલાંનો પ્રયોગ પણ અલગપણું દર્શાવે છે.

-નવદંપતિઓ માટે બિસ્તર પણ નવું હોવું જોઇએ. જો એ સંભવ ન હોય તો કોશિશ કરવી કે એવી ચાદર કે બિસ્તર બિલકુલ જ ઉપયોગમાં ન લેવા જોઇએ જેમાં કાણા પડેલાં હોઇ કે કોઇ જગ્યાએથી ફાટેલી હોય.

શયનકક્ષમાં ન રાખવી જોઇએ આ વસ્તુઓઃ-

બેડરૂમમાં જોકે, કોઇ યંત્ર ટીવી, રેફ્રિજરેટર અથવા કમ્યૂટર વગેરે ન રાખવા જોઇએ, કારણ કે, આ યંત્રોમાંથી નીકળતી હાનિકારક તરંગો શરીર પર દુષ્પ્રભાવ પાડે છે. જો ટીવી અને આ વસ્તુઓ બેડરૂમમાં રાખવી જ પડે તેવી સ્થિતિ પેદા થાય તો, તેને કોઇ કેબિનેટની અંદર અથવા ઢાંકીને રાખવી જોઇએ. જ્યારે ટીવી ન ચાલી રહ્યુ હોય તો કેબિનેટનું શટર બંધ કરી દેવું જોઇએ.

દિવાલો પર કરાવવા આવા રંગઃ-

રંગોનો પણ સંબંધો પર ઉંડો અસર પડે છે. બેડરૂમની દિવાલો માટે હળવો ગુલાબી, હળવો વાદળી, બ્રાઉનિશ ગ્રે અથવા ગ્રેઇશ યેલો રંગનો જ પ્રયોગ કરવો. આ રંગ શાંત અને પ્રેમને વધારનાર હોય છે.

પલંગની નીચે ન રાખવો કોઇ સામાનઃ-

-દંપત્તિના પલંગની નીચે કોઇપણ સામાન ન રાખવો જોઇએ. જગ્યાને ખાલી રહેવા દેવી. જેનાથી તમારા બેડરૂમમાં ચારેય બાજુથી વિના કોઇ બાધા હકારાત્મક ઉર્જા પ્રવાહિત થઇ શકશે.

-જે પલંગ પર દંપત્તિ સુતા હોય તેના પર કોઇ અન્ય વ્યક્તિને સુવા દેવા નહીં.

-બેડરૂમમાં પ્રવેશ દ્વારવાળી દિવાલોની સાથે જો તમે તમારો બેડરૂમ રાખી દીધો છે તો તેનાથી બચવું. જેનાથી સંબંઘોમાં તણાવ વધી શકે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111324743
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now