શનિ પોતાની ચાલ બદલે એ પહેલાં એક-એક ડગલે ખાસ વિચારજો, જો ઝપટમાં આવ્યાં તો…
24 જાન્યુઆરીએ અઢી વર્ષ પછી ન્યાયના દેવતા શનિ દેવ તેની ચાલ બદલી રહ્યા છે. શનિના આ રાશિ પરિવર્તનથી લોકોના જીવન પર ખુબજ પ્રભાવ પડશે. શનિના ગોચરથી કોઈ થઈ જશે માલામાલ તો કોઈ થઈ જશે કંગાળ. આઓ જાણીએ વિસ્તારથી.
શારીરિક રૂપ રેખા
જે વ્યક્તિની જન્મ કુંડળીમાં શનિ ગ્રહ લગ્ન ભાવમાં હોય તેમના માટે વિકટ પરિસ્થિતિ આવશે. લગ્ન ભાવમાં શનિ જાતકને આળસુ, નીચ માનસિક્તા વાળો બનાવી દે છે. આ જ કારણે આવા જાતકનો વર્ણ શ્યામ હોય છે શરીર નબળુ હોય છે. શનિના પ્રભાવવાળી વ્યક્તિ એકાંતમાં રહેવાનું પસંદ કરે છે.
બળવાન શનિ
જ્યોતિષમાં શનિ ગ્રહ બળવાન હોય તો આવી વ્યક્તિ સકારાત્મક વિચારો કરનાર હોય છે. તુલા રાશિમાં શનિ ઉચ્ચનો હોય છે. અહીં શનિ ઉચ્ચનો હોવાનો મતલબ છે કે બળવાન હોવુ, આવા જાતકને સફળતા પ્રાપ્ત થાય છે.
નબળો શનિ
જે જાતકોની કુંડળીમાં શનિ નબળો હોય છે તેમને વારંવાર શારીરિકસ તકલીફો પડે છે. અકસ્માત થાય છે કે આર્થિક નુકસાન થાય છે. શનિની માઠી અસર થવાથી જાતકને કેન્સર, પેરેલિસિસિ, શરદી,અસ્થમા, ચામડીના રોગ, ફેક્ચર થાય છે.
કાર્યક્ષેત્ર
ઓટો મોબાઈલ બિઝનેસ, ધાતુ સંબંધિત વેપાર, એન્જીનિયર કે વધારે પરિશ્રમ કરવો પડે તેવા કાર્ય કરે છે.