જીવનમાં આવતી વારંવાર સમસ્યામાં ક્યાંક અશુભ તો નથીને શનિ, પારખી સમયસર કરો આ ઉપાય
શનિ ગ્રહ જાતકને તેના કર્માનુસાર ફળ આપે છે. શનિને આમ તો ક્રૂર ગ્રહ માનવામાં આવે છે પરંતુ શનિની કેટલીક દશા જાતકને લાભ પણ કરાવે છે. શનિદેવની સાડાસાતી કે પનોતિ દરેક જાતક માટે અશુભ કે નુકસાનકારક હોય તેમ પણ નથી હોતુ. કેટલાક લોકો માટે આ સમય સરળતાથી પસાર થઈ જતો હોય છે. શનિ પીડાને શાંત કરવા માટે હનુમાનજીની આરાધના કરવામાં આવે છે.
લોકો શનિવારે હનુમાનજીને તેલ અને સિંદૂર ચઢાવી શનિપીડામાંથી મુક્તિ મળે તેવી પ્રાર્થનાઓ કરતાં હોય છે. પરંતુ શનિ દરેક વ્યક્તિને નડતર હોતા નથી. શનિની પીડા જે જાતકને નડે છે તેને કેટલાક સંકેતો પણ મળી જતાં હોય છે. કયા છે આ સંકેત જાણી લો સૌથી પહેલાં.
શનિ અશુભ ફળ આપતો હોય તો સૌથી પહેલા જાતકના ઘરમાં સમસ્યાઓ થવા લાગે છે. વાળ ખરવા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. આર્થિક સ્થિતિ કથળવા લાગે છે અને કરજમાં વધારો થાય છે. શનિ જ્યારે કષ્ટ વધારે ત્યારે જાતકે સાવધાન થઈ જવું જોઈએ. આ સમયમાં વ્યક્તિએ અસત્ય ન બોલવું અને અનૈતિક કામ ન કરવા જોઈએ. આ ઉપરાંત નીચે દર્શાવેલા ઉપાય કરવાથી પણ શનિપીડામાંથી મુક્તિ મળે છે.
શનિવારનું વ્રત કરવું. ઘોડાની નાળમાંથી બનાવેલી વીંટી પહેરવી. રોટલીમાં તેલ ચોપડી અને કુતરાને ખવડાવવી. નીલમ જમણા હાથની મધ્યમા આંગળીમાં ધારણ કરવો. ઘરની અંદર નકારાત્મક ઉર્જાને રોકવા માટે શમીનો છોડ ઘરના મુખ્ય દરવાજાની નજીક રાખવો જોઇએ
.
જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો આ દોષને દુર કરવા માટે શમીના છોડ નજીક દરરોજ સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઇએ. શમીના છોડ નજીક દિવો પ્રગટાવ્યા બાદ દરરોજ તે છોડને પણપીવડાવાથી પણ શનિદોષ દૂર થાય છે અને સમસ્યા પણ ધીમે ધીમે દુર થાય છે
જો તમે કોઇ શુભ કામ કરવા જઇ રહ્યાં છો તેમજ કોઇ યાત્રા કરી રહ્યાં છો તો પોતાની સાથે શમીના પાન સાથે રાખવાથી કામમાં સફળતા મળશે. હિન્દુ શાસ્ત્રોમાં છોડની પૂજા કરવાનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે એવું માનવામાં આવે છે કે છોડની પુજા કરવાથી કુંડળી દોષ દુર કરવામાં મદદ મળે છે.
જો કોઇ વ્યક્તિ પર શનિની સાડાસાતી ચાલતી હોય તો શમીના છોડની પૂજા કરવી જોઈએ. આ છોડ શનિદોષ દુર કરવામાં અસરકારક હોય છે. શમીનો છોડ ઘરમાં રાખવાથી શનિદોષ દુર થાય છે સાથે જ ભગવાનના આશીર્વાદ પણ મળે છે.