Gujarati Quote in Blog by Suresh Vala

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

* પીડા છે તો ઉતમ સર્જન છે*.
આપણે જોઈએ જ છીએ કે જ્યારે એક માટલું બનાવવું હોય ત્યારે ઘણી બધી પ્રોસેસ કરવી પડે. માટીમાંથી માટલું બનાવવા માટે ઘણું બધું કરવું પડે છે. માટલું જેમ જેમ ઘડાય તેમ સારું બને છે. લુહાર જ્યારે લુહારી કામ કરે ત્યારે ઘણી બધી વસ્તુઓ બનાવે. એ વસ્તુ પર ખૂબ હથોડા પછાડે ને ખૂબ એને ટીપે પછી વસ્તુને આકાર આપે. એ વસ્તુ ખરેખર અદભૂત હોઈ છે. વસ્તું પર જેટલા ઘા પડે તેમ સારી બને. એમ માણસમાં પણ એવુ જ છે. માણસ પર જો અમુક પરિસ્થિતિ, સમય,સંજોગો રૂપી જો હથોડા પડે તો તે પણ સરસ ઘડાય છે. પીડા વગર સર્જન શક્ય જ નથી. ઘણા બહુ સારું લખતા,બોલતા, ને રમતા હોય છે એ બધા પીડામાંથી અચૂક પસાર થયા હોય છે. સર્જન એક તપ સાધના છે. એના માટે કઠોર પરિશ્રમ કરવો પડે.
સર્જન અને પીડા એકબીજા ના પૂરક છે. સર્જન એક તપ છે.

- અનુભવની ડાયરી-
- સુરેશ વાળા

Gujarati Blog by Suresh Vala : 111317478
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now