વર્ષ 2020 ના પ્રથમ દિવસે
જેમણે મને દુ:ખ આપ્યું, તેનો આભાર
તેમને લીધે હું મજબૂત થયો.
જેમણે મને છેતર્યો, તેનો આભાર
તેમણે મને જ્ઞાન આપ્યું
જેમણે મારી નિંદા કરી, તેમનો આભાર
તેમને લીધે મારુ વ્યક્તિત્વ ખીલ્યું.
જેમણે મને ઠોકર મારી, તેમનો આભાર
તેમને લીધે મારામાં હિંમત આવી.
જેમણે મને તરછોડ્યો તેમનો આભાર
તેમને લીધે હું આત્મનિર્ભર બન્યો.
અને જેણે મને પ્રેમ કર્યો તેનો પણ આભાર
જેમને લીધે મને જીવન જીવવાનુ કારણ મળ્યુ.