These Are The Reason Why Asthi Visarjan In Sacred River Ritual In Hindu Religion
અસ્થિઓને પવિત્ર નદીઓમાં વિસર્જિત કરવા પાછળ છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ
કોઈ પણ મૃત વ્યક્તિની અસ્થિઓને ધાર્મિક દ્રષ્ટિકોણથી ફૂલ કહેવામાં આવે છે, આમાં અપાર શ્રદ્ધા અને આદરનો ભાવ છે. સંતાન ફળ છે તો પૂર્વજોની અસ્થિઓ ફૂલ કહેવાય છે. હિન્દુ ધર્મમાં અસ્થિઓને ગંગા અથવા અન્ય કોઈ પવિત્ર નદીમાં વિસર્જિત કરવાની પરંપરા છે. અહીં અમે જણાવી રહ્યા છીએ આ પ્રથા પાછળ છું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ છે.
કુર્મ પુરાણ મુજબઃ
यावदस्थीनि गंगायां तिष्ठन्ति पुरुषस्य तु।
तावद् वर्ष सहस्त्राणि स्वर्गलोके महीयते।।
तीर्थानां परमं तीर्थ नदीनां परमा नदी।
मोक्षदा सर्वभूताना महापातकिनामपि।।
सर्वत्र सुलभा गंगा त्रिषु स्थानेषु दुर्लभा।
गंगाद्वारे प्रयागे च गंगासागरसंगमे।।
सर्वेषामेव भूतानां पापोपहतचेतसाम्।
गतिमन्वेषमाणानां नास्ति गंगासभा गति:।।
જેટલા વર્ષ સુધી કોઈ વ્યક્તિની અસ્થિઓ ગંગામાં રહે છે તેટલા હજાર વર્ષો સુધી તે વ્યક્તિ સ્વર્ગલોકમાં પૂજનીય રહે છે. ગંગાને બધાં જ તીર્થોમાં પરમ તીર્થ અને નદીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગંગા બધાં જ પ્રાણીઓને અહીં સુધી કે મહાપાપીઓને પણ મોક્ષ પ્રદાન કરે છે. મોક્ષ માટે હરિદ્વાર, પ્રયાગ અને ગંગાસાગર આ ત્રણેય સ્થાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. મોક્ષની ઈચ્છા રાખનાર વ્યક્તિ માટે ગંગા સમાન કોઈ બીજી નદી નથી.
ધાર્મિક કારણ
મૃતકની અસ્થિઓને ગંગામાં વિસર્જિત કરવા અંગે શાસ્ત્રકાર કહે છેઃ
यावदस्वीनि गंगायां तिष्ठिन्ति पुरुषस्य च।
तावदूर्ष सहस्त्राणि ब्रहमालोके महीयते।।
અર્થઃ મૃતકની અસ્થિઓ જ્યાર સુધી ગંગામાં રહે છે ત્યાર સુધી મૃતાત્મા શુભ લોકોમાં નિવાસ કરે છે અને આનંદથી રહે છે. માન્યતા છે કે મૃતાત્માની પરલોક યાત્રા ત્યાર સુધી પ્રારંભ નથી થતી જ્યાર સુધી તેના ફૂલ ગંગામાં વિસર્જિત નથી કરાતા.
ગંગામાં અસ્થિ વિસર્જનનું સૌથી વધુ મહત્વ કેમ છે
અસ્થિ વિસર્જન માટે હિન્દુ સમાજમાં સૌથી વધુ મહત્વ ગંગા નદીનું જ છે. હરિદ્વારમાં હરકી પૌડી પર કપાલક્રિયા અને વિસર્જન કરવામાં આવે છે. તેનું કારણ છે કે ગંગાને દેવ નદી અથવા સ્વર્ગની નદી માનવામાં આવે છે. ગંગાને ભગીરથે કઠોર તપસ્યા કરીને સ્વર્ગથી ધરતી ઉપર લાવ્યા હતાં. માનવામાં આવે છે કે ગંગા સમુદ્રમાં ભળી જાય છે પણ તેમાં અસ્થિઓ વિસર્જિત કરવાથી પિતૃઓને સીધું સ્વર્ગ મળે છે. ગંગાનું નિવાસ સ્થાન આજે પણ સ્વર્ગ જ માનવામાં આવે છે, આ જ કારણથી મૃતકની અસ્થિઓને ગંગામાં વિસર્જિત કરવાનું વધુ મહત્વ છે.
પંચ તત્વ
શરીર પંચ તત્વોથી બનેલું છે, અંતિમ સંસ્કાર વખતે જ્યારે મૃતદેહને સળગાવવામાં આવે છે ત્યારે આત્મા આકાશ તત્વમાં વિલીન થઈ જાય છે, સળગાવવાથી અગ્નિ તત્વ, ધુમાડાથી વાયુ અને રાખથી ભૂમિ તત્વમાં શરીર વિલીન થઈ જાય છે, આ કારણથી પાંચવા તત્વમાં શરીર વિલીન થાય તે માટે બચેલી અસ્થિઓને ગંગા વગેરે પવિત્ર નદીઓમાં વિસર્જિત કરવાની પરંપરા છે.
વૈજ્ઞાનિક કારણ
અસ્થિઓને ગંગા વગેરે પવિત્ર નદીઓમાં વિસર્જિત કરવાની પરંપરા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલો છે. ગંગા અથવા અન્ય નદીઓથી સેંકડો ચોરસ માઈલ ભૂમિને સિંચાઈ કરીને ઉપજાઉ બનાવવામાં આવે છે, જેના કારણે નદીઓની ઉપજાઉ શક્તિ ઓછી થવા લાગે છે, ગંગા અથવા અન્ય નદીઓમાં ફોસ્ફરસ થી બનેલું ખાતર બનતું રહે તે માટે અસ્થિઓને નદીઓમાં વિસર્જિત કરવાની પરંપરા બનાવવામાં આવી છે, ભૂમિની ઉપજાઉ શક્તિ જળવાઈ રહે તે માટે ફોસ્ફરસ એક જરૂરી તત્વ છે જે મનુષ્યના હાડકાંઓમાં પ્રચુર માત્રામાં ઉપલબ્ધ હોય છે.