બુદ્ધિમાન હોય છે આવા માથા વાળા લોકો, હંમેશા દરેક કામમાં હોય છે આગળ
સામુદ્રિક શાસ્ત્રમાં માનવ શરીરના અલગ-અલગ અંગોના આધારે તેમના ગુણો અને ચરિત્ર્યનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. જેમા માનવ શરીરથી જોડાયેલી કેટલાક રહસ્યો અંગે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. વ્યક્તિનું માથુ પઇણ તેમના વ્યક્તિત્વ અને સ્વભાવ અંગે ઘણુ બધું કહે છે. તો આવો જોઇએ કેટલીક વાતો કે વ્યક્તિનું કપાળ મોટું હોય તો લાભ થાય છે કે નુકસાન..
– સમુદ્ર શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પાતળા અને નાના માથા વાળા લોકો ખૂબ ભાવૂક હોય છે. એવા લોકો કોઇપણ નિર્ણય લેતા પહેલા તેમના દિલની સાંભળે છે. જે દરેક લોકો સાથે યોગ્ય રીતે વાત કરે છે અને ખૂબ ઓછો ગુસ્સો કરે છે.
– જે લોકોનું માથુ થોડૂક આગળ તરફ હોય છે તે ખૂબ જિજ્ઞાસુ કિસ્મના હોય છે. એવા લોકો ખૂબ ક્રિએટીવ પણ હોય છે જેથી તે લોકો સૌથી અલગ હોય છે.
– જે લોકનું માથુ થોડૂંક અંદરની તરફ હોય છે તેમનું મન સાફ હોય છે એવા લોકો ક્યારેય બેવડી ચાલ ચાલી શકતા નથી, જોકે, તે લોકો જ્યારેય પણ કઇ ખરાબ જુએ છે તો તેમને બહું ગુસ્સો આવે છે. તેમની આ આદતના કારણથી કેટલીક વખત તેમના મિત્ર અને સંબંધીઓ ખૂબ દુખી થાય છે.
જે લોકોનું માથું એકદમ પહોંળું અને સપાટ હોય છે તે લોકો ખૂબ ગુણવાન હોય છે. રચનાત્મકથી ભરપૂર આ લોકો આર્ટની ફિલ્ડમાં તેમનુ કરિયર બનાવવાનું પસંદ કરે છે. તેની સાથે જ તે સામાજિક કામ પણ કરે છે.
– તે સિવાય લોકોનું માથુ ખૂબ મોટું અને સાફ હોય છે તેવા લોકો બુદ્ધિના સ્વામી હોય છે. એવા લોકોની અંદર હંમેશા કઇક નવું અને રચનાત્મક શીખવાની ઇચ્છા થતી રહેલી હોય છે.