લગ્ન કંકોત્રી ઉપર કેમ ચિરંજીવી લખવામાં આવે છે, વિગતે જાણો કથા
આજકાલ બેન્ડ બાજા બારાતની સીઝન ચાલી રહી છે. તમારા ઘરે પણ સુંદર સુંદર કંકોત્રી આવતી હશે. પરંતુ શુ તમે ક્યારેય વિચાર્યું છે કે લગ્ન કંકોત્રી પર છોકરાના નામ આગળ ચિંરજવી અને છોકરીના નામ આગળ આયુષ્મતિ કેમ લખેલું હોય છે. કહેવાય છે કે તેની પાછળ એક પૌરાણિક કથા છે. કદાચ તે બાદ જ આ પરંપરાનો આરંભ થયો હશે.
છોકરાની આગળ ચિરંજીવી લગાવવાની કથા સંતાનહીન બ્રાહ્મણે મહામાયાની તપસ્યા કરીને તેમના પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગ્યું. મહામાયાએ કહ્યું તમને પુત્ર તો આપીશ પરંતુ નક્કી તમારે કરવાનું છે કે તમને કયો પુત્ર જોઇએ. પહેલો મહા મુર્ખ હશે. પરંતુ દસ હજાર વર્ષ જીવશે. બીજો વિદ્વાન હશે પરંતુ તેનું આયુષ્ય માત્ર પંદર વર્ષ રહેશે.
બ્રાહ્મણ સમજદાર હતો, તો તેને ઓછી ઉંમર વાળો પુત્ર માંગ્યોય માતાએ તેની વાત માની આશીર્વાદ આપી દીધા. આગામી મહિને પત્નીએ ગર્ભ ધારણ કર્યું. ઠીક નવ મહિના બાદ સુંદર પુત્રને જન્મ આપ્યો. હસી ખુશીથી પાંચ વર્ષ પસાર થઇ ગયા,. તે બાદ બ્રાહ્મણે તેને ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવા માટે કાશી મોકલ્યોય. ત્યાંના શેઠે તેની પુત્રી સાથે બ્રાહ્મણના લગ્ન કરી દીધા. લગ્નના પહેલા દિવસે યમરાજ નાગના રૂપમાં આવ્યા અને બ્રાહ્મણ પુત્રનો જીવ હરીને લઇ ગયા. જેવા જ તે જવા માટે ફર્યા તરત જ પુત્રીએ નાગને કમંડળમાં બંધ કરી દીધો. તે મહામાયાની ભકત હતી. તેને તેમની કઠિન આરાધના આરંભ કરી. યમરાજને બંધ કરવાથી યમપુરીનું રામ રોકાઇ ગયું.
દરેક દેવતાઓએ મળીને પ્રયાસ કર્યો પરંતુ તે યમરાજને મુક્ત કરાવી શક્યા નહીં. તે બાદ દરેક એકઠા થઇને મહામાયાની પાસે ગયા અને તેમને યમરાજને છોડાવવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. મહામાયાએ પ્રગટ થઇને યમરાજને છોડવા માટે કહ્યું તો તે માની ગઇ. યમરાજે આઝાદ થઇને બ્રાહ્મણના પુત્રને જીવનદાન આપ્યું અને ચિરંજીવી રહેવાનું વરદાન પણ આપ્યું. ત્યારથી જ છોકરાઓના નામની આગળ ચિરંજીવી લગાવવાની પ્રથા શરૂ થઇ.
છોકરીના નામ આગળ આયુષ્મતિ લગાવવાની કથા
પ્રાચીનકાળમાં એક રાજા હતા આકાશ ઘર. તે સંતાનહીન હતા. નારદજીના કહેવા પર તેમને ભૂમિ પર યજ્ઞ કરીને સોનાના હળથી ધરતીનું ખેડાણ કર્યું. ત્યારે જ ભૂમિમાંથી કન્યા પ્રાપ્ત થઇ. જ્યારે તે તે કન્યાને તેમના મહેલમાં લઇ ગયા તો રસ્તામાં સિંહ ઉભા હતા. જે કન્યાને તેમનું ભોજન બનાવવા માંગતા હતા. રાજા ડરી ગયો અને તેના હાથમાંથી કન્યા છુટી ગઇ. સિંહે કન્યાને તેના મોંમાં લઇ લીધી અને તે કમળ પુષ્પમાં બદલાઇ ગયો ત્યારે શ્રી હરી વિષ્ણુ પ્રગટ થયા અને કમળનો સ્પર્શ કર્યો. તે જ સમયે કમળનું ફુલ યમરાજ બની ગયા અને કન્યા 25 વર્ષની નવયુવતી બની. રાજાએ તેની પુત્રીના લગ્ન શ્રી હરી વિષ્ણુ સાથે કરી દીધા. યમરાજે ત્યારે તે કન્યાને આયુષ્મિત કહ્યું. કદાચ ત્યારથી જ લગ્ન કાર્ડ પર છોકરીના નામ પર આયુષ્મતિ લખવામાં આવે છે.