સદગુણો આભૂષણ બની જાય છે જીવનમાં.
મહત્ત્વ એનું સમય થકી સમજાય છે જીવનમાં.
સિંગાર છે આત્માનો એ ઉન્નતિ કરનારો સદા,
પછી મનુષ્યમાંથી દેવ થઈ જાય છે જીવનમાં.
કીમત માનવીની સદાચાર થકી જ થનારી છે,
સદાચાર થકી જ માનવી પંકાય છે જીવનમાં.
દૃષ્ટ માનવી પણ મનોમન સદગુણો સરાહતા,
આચારશુદ્ધિ વડે જ મૂલ્ય અંકાય છે જીવનમાં.
મતિ એવી ગતિ હોય આખરે પ્રત્યેક જીવની,
સદવર્તને ચાર ચાંદ લાગી જાય છે જીવનમાં.
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.