તમારા વધતા ગુસ્સા માટે તમારી રસોઇ જવાબદાર છે જાણો કેમ
જો તમારા ઘરમાં કંકાશનો માહોલ રહે છે અને પરિવારના લોકોને નાની-નાની વાત પર ગુસ્સો આવે છે. તો આ તરફ ધ્યાન દેવું જોઇએ. ઘરમાં વધતો જતો કંકાશ અને રોષમાટે ઘરની રસોઇ પણ જવાબદાર બની શકે છે. જો રસોઇ અલગ દિશામાં બનાવી છે તો તેનો પ્રભાવ પણ ખોટો પડશે. એવામાં તેનો પ્રભાવ ઓછો કરવા અને કેટલીક વાતોનું ધ્યાન રાખવુ જરૂરી છે….
જે ઘરમાં મંદિર કે પુજા સ્થાન રસોઇ ઘરમાં હોય છે, તે પરિવારમાં લોકો ઘણીવાર બીમાર રહે છે તેમજ ધનની સમસ્યા બની રહે છે. એટલા માટે કિચનમાં મંદિર ન રાખવું.
જો રસોઇ ઘર મુખ્ય દરવાજાની સામે છે તો આ બંન્ને વચ્ચે પડદો લગાવી દેવો જોઇએ, કારણ કે મુખ્ય દરવાજાની સામે કિચન હોય તો પરિવારની ઉન્નતિમાં અવરોધ ઉભો થાય છે.
જે ઘરમાં સવારના સ્નાન કર્યા વગર જ રસોઇ બનાવવાનુ શરૂ કરે છે તે પરિવારના સભ્યોમાં કંકાશ અને આળશ રહે છે. એવી રસોઇમાં નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. એટલા માટે સવારે સ્નાન કર્યા વગર રસોઇ ન બનાવવી જોઇએ.