Hindu Mythology Where Every God And Goddess Has Their Favorite Flower
જાણો દેવી-દેવતાઓના પ્રિય ફૂલ વિશે, જેના અર્પણ માત્રથી જ પૂરી થશે કામના!
હિન્દુ ધર્મ અંતર્ગત વિવિધ ધાર્મિક કર્મકાંડોમાં ફૂલોનું વિશેષ મહત્વ છે. ધાર્મિક વિઘિ, પૂજન, આરતી વગેરે કાર્ય ફૂલને અધૂરા જ માનવામાં આવે છે. ફૂલોના સંબંધમાં શારદા તિલક નામના પુસ્તકમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે-
दैवस्य मस्तकं कुर्यात्कुसुमोपहितं सदा।
એટલે કે- દેવતાનું મસ્તક હમેશાં ફૂલોથી સુશોભિત રહેવું જોઇએ.
જોકે, કોઇપણ ભગવાનને કોઇપણ ફૂલ અર્પણ કરી શકાય છે, પરંતુ થોડા ફૂલ દેવતાઓને વિશેષ પ્રિય હોય છે. આ ફૂલોનું વર્ણન વિવિધ ધર્મ ગ્રંથોમાં મળી આવે છે. એવી માન્યતા છે કે, દેવતાઓને તેમની પસંદના ફૂલ અર્પણ કરવાથી તેઓ અતિ પ્રસન્ન થાય છે અને સાધકની દરેક મનોકામના પૂર્ણ કરી શકે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે ક્યાં દેવતાના પૂજનમાં કયા ફૂલ અર્પણ કરવા જોઇએ.
ભગવાન શ્રીગણેશ-
આચાર ભૂષણ ગ્રંથ મુજબ ભગવાન શ્રીગણેશને તુલસી સિવાયના બધા જ ફૂલો અર્પણ કરી શકાય છે. જેનાથી ભગવાન શ્રીગણેશ પોતાના ભક્તો પર પ્રસન્ન થઇને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
ભગવાન શિવઃ-
ભગવાન શંકરને ધતૂરાના ફૂલ, હારસિંગાર(પારિજાતક) અને નાગકેસરના સફેદ ફૂલ, સૂકાયેલા કમળ ગટ્ટા, કરેણ, કુસુમ, આકડા વગેરેના ફૂલ અર્પણ કરવાનું વિધાન છે. આ ફૂલને જો ભક્ત દ્વારા અર્પણ કરવામાં આવે તો ભગવાન શિવ તેમનાથી જલ્દી જ પ્રસન્ન થાય છે.
ભગવાન વિષ્ણુઃ-
ભગવાન વિષ્ણુને કમળ, બોરસળી(એક ફૂલઝાડ), જૂહી, કદંબ, કેવડો, ચમેલી, આશોપાલવ, માલતી, વાસંતી, ચંપા, વૈજંતીના ફૂલ ખૂબ જ પ્રિય હોય છે.
સૂર્ય નારાયણઃ-
સૂર્યદેવની ઉપાસના ઇંદ્રજવના છોડના ફૂલથી કરવામાં આવે છે. આ સિવાય કરેણ, કમળ, ચંપા, કેસુડો, આકડો, આશોપાલવ વગેરે ફૂલ પણ તેમને ખૂબ જ પ્રિય છે.
ભગવાન શ્રીકૃષ્ણઃ-
પોતાના પ્રિય ફૂલોનો ઉલ્લેખ મહાભારતમાં યુધિષ્ઠિર સાથે કરતી સમયે શ્રીકૃષ્ણ કહે છે કે- મને કમળ, કેસુડો, માલતી, કરવરી, ચણક અને વનની માળાના ફૂલ ખૂબ જ પ્રિય છ.
ભગવતી ગૌરીઃ-
શંકર ભગવાનને અર્પણ થતા બધા જ ફૂલ માતા ભગવતીને પણ પ્રિય છે. આ સિવાય મોગરાનું ફૂલ, સફેદ કમળ, કેસુડો, ચંપાના ફૂલ પણ માતા ભગવતી ને અર્પણ કરી શકાય છે.
લક્ષ્મીજીઃ-
માતા લક્ષ્મીનું સૌથી વધારે પ્રિય ફૂલ કમળ છે.