Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિભૂતિ લગાવવાથી થાય છે ચમત્કારીક ફાયદાઓ

વિભૂતિ શારીરિક અને માનસિક શાંતી પ્રદાન કરનાર પ્રસિદ્ધ દવા છે. આના સેવનથી કેટલાયે રોગોમાંથી મુક્તિ મળે છે. આટલું જ નહી ભગવાન શંકર પોતાના આખા શરીર પર ભસ્મ લગાવે છે. પૌરાણિક કથા અનુસાર આ એ વાતનો સંકેત આપે છે કે સૃષ્ટી નશ્વર છે મૃત્યુ કારક છે અને આ સંસારમાં જે એક વાર આવે છે તેનો નાશ પણ થાય છે. એટલે કે ખરા અર્થમાં નામ તેનો નાશ થાય છે.

એક ના એક દિવસ સંસાર છોડીને ધરતીમાં સમાઈ જવાનું છે. આ શરીરનો નાશ થવાનો તે નિશ્ચિત છે. હિંદુ ધર્મમાં કેટલાક લોકો માથા પર ભસ્મ લગાવે છે. શું તમે જાણો છો શા કારણે આવુ કરવામાં આવે છે શું છે તેનું મહત્વ? તેનો શું થાય છે ફાયદો? જો તમે નથી જાણતા તો આજે અમે તમને જણાવીશું કેટલાક મહત્વના ઉપાય.

વિભૂતિ જેને કેટલાક લોકો સામાન્ય બોલચાલની ભાષામાં ભસ્મ તેમજ રાખ કહે છે, તેના અગણિત ફાયદાઓ રહેલા છે. હિંદુ ધર્મમાં બે પ્રકારની પવિત્ર ભસ્મ દર્શાવવામાં આવી છે. જેમાંથી એક સ્મશાન ભૂમિથી પ્રાપ્ત થતી રાખ અને બીજી ગાયના છાણના છાણાંમાથી રાખથી બનેલી જેને પૂજામાં ઉપયોગમાં લેવામાં આવી હોય તે ભસ્મ. કહેવાય છે કે માથા પર ભસ્મ લગાવવાથી મનુષ્યની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.

આને લગાવવા માત્રથી મનુષ્યને સારા વિચારો આવે છે. ગ્રંથો અનુસાર આને ધારણ કરવાથી માનસિક રૂપથી શાંતિ મળે છે. આનાથી સકારાત્મક વિચારોને ધારણ કરે છે. માનવામાં આવે છે કે આનાથી માનસિક શાંતી મળે છે. સકારાત્મક વિચારોને ધારણ કરે છે. વિભૂતિ લગાવવાથી શાંતી મળે છે. આવું કરવાથી માણસને ડર રહેતો નથી તે પોતાની લાગણીઓ પર કાબૂ મેળવવામાં સફળ રહે છે. આવો માણસ ક્યારેય ગભરાતો નથી તેમજ જીવન અંગેના નિર્ણય ખુબજ સમજી વિચારીને કરે છે.

વાસ્તુ અને જ્યોતિષ બંનેમાં કહેવામાં આવ્યુ છે કે વિભૂતિ લગાવવાથી આસપાસનું વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે. આનાથી વાતાવરણ ખુશખુશાલ રહે છે. સાધુ સંતો જે પોતાની નીજાનંદ મસ્તીમાં લીન રહે છે તેની પાછળ આ એક મહત્વનું કારણ છે.

સવારે ઘરથી બહાર નીકળો ત્યારે લગાવો ભભૂતિ

પરંપરા અનુસાર ભસ્મને અંગુઠો અને અનામિકાની વચ્ચે રાખીને લગાવવી જોઈએ. બંને પાંપણ કે ભ્રમર વચ્ચે આજ્ઞા ચક્ર આવેલું છે ત્યાં લગાવવી જોઈએ. હિંદુ ધર્મમાં અહી વિભૂતિ લગાવવાથી બુદ્ધિ શક્તિ વધે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111312690
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now