મહાભારતમાં કૌરવો પાસે હતી તમામ સુખ-સુવિધાઓ, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બધા બાળકોને કરતા હતા ખૂબ પ્રેમ, પરંતુ તે બની ગયા અધર્મી, બાળકોના ઉછેરમાં ધ્યાન રાખવી જોઈએ એક વાત
બાળકોના સુખી જીવનની કામના તો બધા જ કરે છે, પરંતુ બધા માતા-પિતાની આ કામના પૂરી નથી થઈ શકતી. બાળકોથી પ્રેમ અને મોહ હોવો સ્વાભાવિક છે, પરંતુ જરૂર કરતા વધુ પ્રેમ અને મોહ હશે તો પરેશાનીઓ ઉત્પન્ન થઈ શકે છે. બાળકોના પાલન-પોષણમાં ‘શિક્ષા અને સંસ્કાર’નો સમાવેશ થવો ખૂબ જરૂરી છે. આ બંને વાતોમાં કરેલી બેદરકારી બાળકોનું ભવિષ્ય બગાડી શકે છે.
- શિક્ષા અને સંસ્કારથી બાળકો યોગ્ય અને અયોગ્ય વચ્ચે અંતર કરી શકે છે અને સાચા માર્ગ પર આગળ વધી શકે છે. યોગ્ય માર્ગમાં ભલે થોડી પરેશાનીઓ આવે, પરંતુ લક્ષ્ય સુધી પહોંચવા પર સુખ અને શાંતિ પણ મળશે. શિક્ષા અને સંસ્કારના અક્ષાવમાં જો ખોટા માર્ગથી લક્ષ્ય હાંસલ પણ કરી લેવામાં આવે તો તેનાથી માનસિક સુખ અને શાંતિ નથી મળી શકતી.
મહાભારતમાં કુંતીએ પાંડવોને આપી શ્રેષ્ઠ શિક્ષા અને સંસ્કાર
- મહાભારતમાં એક જ પરિવારના બે ભાગ છે. એક છે કૌરવ અને બીજા છે પાંડવ. કૌરવોમાં ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને તેમના 100 પુત્રો મુખ્ય છે, જ્યારે પાંડવોમાં માતા કુંતી અને પાંચેય પાંડવ પુત્ર મુખ્ય છે. કૌરવો પાસે સમસ્ય સુખ અને એશ્વર્ય હતુ, પરંતુ માતા-પિતા અત્યાધિક મોહ અને પ્રેમના કારણે સંતાનોને યોગ્ય શિક્ષા અને સંસ્કાર ન આપી શક્યા. બીજી તરફ છે માતા કુંતી, જેણે પાંચેય પાંડવ પુત્રોને શ્રેષ્ઠ શિક્ષા અને સંસ્કાર આપ્યા.
- મહારાજ પાંડુ અને માદ્રીની મૃત્યુ પછી કુંતીએ જ પાંચેય પુત્રોનું પાલન-પોષણ કર્યુ. પાંડવો પાસે કૌરવો જેવી સુખ-સુવિધાઓ નહોતી, પરંતુ શિક્ષા અને સંસ્કારના કારણે તે ધર્મના માર્ગ પર ચાલ્યા અને શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત કરી.
- આજે પણ જે માતા-પિતા પોતાના બાળકો માટે શિક્ષા અને સંસ્કારનું પૂરેપૂરું ધ્યાન રાખે છે, તેમના બાળકો આજીવન સુખી રહે છે.