Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમારી આ સાત આદતોને સુધારજો, નહીંતો લક્ષ્મીજી થશે નારાજ

શું તમે જાણો છો કે ઘરમાં ધન ના ટકવાની પાછળ તમારી આદતો પણ કારણભૂત હોય છે. જાણતા અજાણતા વ્યકિત આવી ભૂલ કરી બેસે છે જેનાથી મહાલક્ષ્મી તેમનાથી નારાજ થાય છે. કેટલીક વાર નાની નાની વાતો જે આપણને ખુબજ સામાન્ય લાગે છે તે આપણી સફળતામા વિધ્ન કર્તા સાબીત થાય છે. કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી સફળતાની સાથે સાથે ધનલાભ પ્રાપ્ત થાય છે. જો કોઈ ખુબજ મહેનત કરતું હોવા છતા સફળ ન થતું હોય તો સમજી લેવુ કે તેની પાછળ તેની આવી કોઈ આદત જવાબદાર છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી અને કચરાપેટીને ખુલ્લામાં રાખવા ન જોઈએ. આવું કરવાથી સકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. સફળતાના રસ્તાઓમાં રૂકાવટ આવે છે. ખુલ્લા કબાટ કે અલમારીના દરવાજાથી નકારાત્મક ઉર્જાનું સંચાર થાય છે. જેના કારણે વ્યક્તિને કેટલીક પરેશાનિઓનો સામનો કરવો પડે છે. અટેલે કામ ન હોય ત્યારે ઘરની કોઈ અલમારી ખુલી રાખવી ન જોઈએ.

ભૂલથી પણ બેડરૂમમાં પલંગની સામે મિરર ન રાખવો જોઈએ. આવુ કરવાથી પતિ-પત્ની વચ્ચે અણબનાવ થાય છે. ઘરની આર્થિક સ્થિતિ પર ખરાબ પ્રભાવ પડે છે. રૂમમાં ક્યારેય બીમની નીચે પલંગ ન રાખવો જોઈએ. આનાથી વ્યક્તિ થાકેલો થાકેલો અને તનાવથી ઘેરાયેલો રહે છે. આનાથી વ્યક્તિના કાર્યોમાં વિધ્ન આવે છે. પરેશાનીઓનો સામનો કરવાનો આવે છે.

ઘરમાં બાથરૂમને ક્યારેય ખુલ્લો રાખવો જોઈએ નથી. કબાટની જેમ જ બાથરૂમમાં નકારાત્મક ઉર્જા લાવે છે. ઉપયોગ વ કરો ત્યારે બાથરૂમનો દરવાજો બંધ રાખો. બાથરૂમન હંમેશા સાફ રાખો.

તિઝોરીને ક્યારેય પણ ખાલી રાખવી ન જોઈએ. આવુ કરવાથી દુર્ભાગ્યની વૃદ્ધિ થાય છે. અને ધનમાં કમી આવે છે. તિઝોરીમાં ચાંદીનો સિક્કો રાખવાથી આ સમસ્યાનું સમાધાન થઈ જશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111311673
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now