Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કઈ વ્યક્તિને વેદનું અધ્યયન કરવાની જરૂર નથી હોતી?

ગીતાસાર
“ યાવાનર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે
તાવાન્સર્વેષુ વેદેષુબ્રાહ્મણસ્ય વિજાનત :

અર્થ :

“ જેવી રીતે સરોવરનું પાણી મળી જાય તેને કૂવાના પાણીની જરૂરિયાત રહેતી નથી તેવી જ રીતે જેણે બ્રહ્મનું જ્ઞાન મેળવી લીધું હોય તેને પછી વેદનું અધ્યયન કરવાની જરૂરત રહેતી નથી. “

કૂવો પાણી માટેનું સાધન ખરો,પણ મર્યાદાવાળો. પાણી પૂરું પાડવાની એની ક્ષમતા ઘણી ઓછી. તમારે વધારે પાણી જોઈતું હોય તો સરોવરનો આશરો લેવો પડે. તમારી તરસને તમે મર્યાદિત માત્રામાં સંતોષી શકતા હોવ તેના બદલે જો તમને મીઠા પાણીનું સરોવર મળી જાય તો કેવું ? મઝા આવી જાયને ? આ જ ઉદાહરણથી ભગવાન આપણને સમજાવે છે કે જે મનુષ્ય સરોવર રૂપી બ્રહ્મને પામી લે છે, શોધી લે છે, મેળવી લે છે તેને માટે કૂવા રૂપી વેદનું અધ્યયન કરવાની જરૂર રહેતી નથી. વેદો-ઉપનિષદો-પુરાણો આ બધાના અધ્યયન દ્વારા આપણે અંતે શું મેળવવા માગીએ છીએ?

અંતે તો આપણને જોઇએ છે ચિરકાળની શાંતિ, પ્રભુનું સતત સાનિધ્ય અને આપણી સદાયની ભૂખ અને તરસ મટી જાય તેવું ગહન જ્ઞાન. જો આપણે બ્રહ્મને અર્થાત્ ઈશ્વરને ઓળખીને જો પામી લઇએ, આત્મસાત્ કરી લઇએ તો પછી આપણે અન્ય કોઇ શાસ્ત્રો કે પુરાણ પર આધાર રાખવાની જરૂર રહેશે નહીં. કૂવાથી તરસ છીપે જ છે તેમ શાસ્ત્રનું અધ્યયન કરવાથી આપણને શાંતિ તો મળે જ છે પણ જો બ્રહ્મની પ્રાપ્તિ થઇ જાય તો પછી બીજી કોઇપણ પ્રકારની તરસ રહેશે નહીં.
પેલું આપણે સાંભળ્યું છેને કે

“ પોથી પઢ પઢ જગ મૂઆ પંડિત હુઆ ન કોઇ
ઢાઇ અચ્છર પ્રેમકા પઢે સો પંડિત હોય.. “
આમાં થોડો ફ્રફર કરીને કહેવાનું મન થાય કે
“ ઢાઇ અચ્છર બ્રહ્મકા પઢે સો પાવન હોય.. “
અસ્તુ.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111310850
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now