Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જો તમે કોઈથી ખૂબ ખુશ છો તો સમજ્યા-વિચાર્યા વિના તેને કોઈ પ્રકારનું વચન ન આપો, નહીં તો ભવિષ્યમાં તમે કોઈ મોટી મુશ્કેલીમાં મૂકાઇ શકો છો

દરેક વ્યક્તિ સુખી જીવન જીવવા ઈચ્છે છે. પરંતુ બધાના જીવનમાં કોઈ ન કોઈ દુખ જરૂર હોય છે. વ્યક્તિ જાણતા-અજાણતા જ ઘણી વખત એવા કામ કરી બેસે છે, જેના કારણે આવનારા સમયમાં તેને પરેશાનીઓ ઉઠાવવી પડે છે. ધર્મ ગ્રંથોમાં પણ આ કામ વિશે જણાવવામાં આવ્યુ છે કે કઈ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ અને શું નહી. આજે અમે તમને સુખી જીવનના 3 સૂત્ર જણાવી રહ્યા છીએ, જે આ મુજબ છે -

- ખુશીમાં વચન ન આપો

- ક્રોધમાં જવાબ ન આપો

- દુખમાં નિર્ણય ન લો

રાજા દશરથનો વરદાન બન્યો દુખનું કારણ

રાજા દશરથે દેવ-અસુર સંગ્રામમાં દેવતાઓનો સાથ આપ્યો હતો. તેમની સાથે પત્ની કૈકયી પણ હતી. કૈકયીની વીરતાથી પ્રસન્ન થઈને રાજા દશરથે તેમને વરદાન માંગવા માટે કહ્યુ હતુ. કૈકયીએ કહ્યું કે સમય આવવા પર તે આ વરદાન માંગી લેશે. આ વરદાન પછી રાજા દશરથની પરેશાનીઓનું કારણ બન્યો અને શ્રીરામને વનવાસ જવું પડ્યુ.

દુર્યોધનનો ક્રોધ બન્યો કૌરવોના વિનાશનું કારણ

યુદ્ધ પહેલા જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ શાંતિ પ્રસ્તાવ લઈને દુર્યોધન પાસે ગયા તો તેણે ક્રોધિત થઈને સમજ્યા-વિચાર્યા વિના જ તે પ્રસ્તાવ અસ્વીકાર કરી દીધો. તેના પરિણામે દુર્યોધન સહિત સંપૂર્ણ કૌરવ વંશ જ ખતમ થઈ ગયુ. જો દુર્યોધન ક્રોધમાં આવીને આવું ન કરતો તો કદાચ મહાભારત યુદ્ધ જ ન થયુ હોત.
કર્ણ વિશે જાણીને દુખી થઈ ગયા હતા યુધિષ્ઠિર

મહાભારત યુદ્ધ ખતમ થયા પછી જ્યારે યુધિષ્ઠિરને જાણવા મળ્યુ કે કર્ણ તેનો મોટો ભાઈ હતો તો આ જાણીને તેને ખૂબ દુખ થયુ. યુધિષ્ઠિરે હસ્તિનાપુરનો રાજા બનવાથી પણ ઇન્કાર કરી દીધો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અને અન્ય પાંડવોએ યુધિષ્ઠિરને સમજાવ્યો કે દુખમાં સમજવાની-વિચારવાની શક્તિ નષ્ટ થઈ જાય છે. એટલે સમજી-વિચારીને જ કોઈ નિર્ણય લો. શ્રીકૃષ્ણના સમજાવવા પર યુધિષ્ઠિરે હસ્તિનાપુરનો રાજા બનવુ સ્વીકાર કર્યુ.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111309968
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now