Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રવિવારે કરો આ ખાસ ઉપાય, ધનધાન્યની નહી રહે કોઈ કમી

રવિવારને સૂર્યનો દિવસ માનવામાં આવે છે. સૂર્યદેવને યશ અને વૈભવના દેવતા માનવામાં આવે છે. આ દિવસે ખરા દિલથી જો સૂર્યનારાયણની પૂજા અર્ચના કરવામાં આવે તો તમારી તમામ મુશ્કેલીઓ દૂર થશે. ભગવાન સૂર્યને આમ પણ યશ અને કિર્તી અપાવનાર દેવતા માનવામાં આવે છે. ભગવાનની અમી દૃષ્ટી મેળવવા આ ખાસ ઉપાય કરવો જોઈએ.

એક ત્રાંબાના પાત્રમાં શુદ્ધ જળ ભરી તેને ઘરના મંદિરની સામે સ્થાપિત કરો. મંદિર ન હોય તો પૂર્વ દીશા તરફ પૂજન વખતે તમારૂં મો આવે એ રીતે બેસો. બાજોઠ કે લાલ કપડા પર આ પાત્રનું સ્થાપન કરો. પાત્રની સામે ધૂપ-દિપ પ્રગટાવી સૂર્ય નારાયણના 12 નામોનું સ્મરણ કરો. ત્યારબાદ મનમાં સંકલ્પ કરો કે હે પ્રભુ અમારા ઘરમાં તમારી કૃપા વરસાવો. પૈસાની રેલમછેલમ કરો. ત્યારબાદ આ પાત્રના પાણીથી તુલસી ક્યારે જઈને ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો. આવું તમે 4 રવિવારે કરો તમને જરૂરથી ફાયદો થશે.

આમ તો રોજ સૂર્યદેવને જળ અર્પિત કરવાથી મનુષ્યની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. પણ જો રોજ આવુ ન કરી શકો તો રવિવારે કેટલાક નિયમોનુ પાલન કરીને સૂર્ય દેવને અર્ધ્ય જરૂર આપો.

આ રીતે સૂર્યને આપો અર્ઘ્ય

પૌરાણિક ધાર્મિક ગ્રંથો મુજબ સૂર્યદેવને અર્ઘ્ય આપવાનુ ખૂબ મહત્વ છે. રોજ જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને સાફ કપડા પહેરો. ત્યારબાદ ત્રાંબાના લોટામાં જળ લઈને તેમા લાલ ફૂલ, ચોખા નાખીને સૂર્ય દેવને અર્ઘ્ય આપો સાથે સૂર્ય મંત્રનો જાપ કરો. આવુ કરવાથી આયુ, આરોગ્ય, ધન, ધાન્ય, પુત્ર, મિત્ર, તેજ, યશ, વિદ્યા, વૈભવ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

પૂજા કરતી વખતે આ નિયમોનુ પાલન કરો
રોજ સૂર્યોદય પહેલા ઉઠીને નિત્ય કાર્યોથી પરવારીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ, સ્નાન કર્યા પછી સૂર્યદેવને ત્રણવાર અર્ધ્ય આપીને પ્રણામ કરો. સાંજના સમયે પણ સૂર્યદેવને અર્ધ્ય આપીને નમસ્કાર કરો. નિયમ મુજબ આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો. નેત્ર રોગ, આંધળાપણું અને સ્વાસ્થ્ય લાભ માટે નેત્રોપનિષદ નો રોજ પાઠ કરો. રવિવારના દિવસે તેલ, મીઠાનું સેવન ન કરો અને એક સમયે જ ભોજન કરો.
આમ આ તમામ ઉપાયો કરવાથી તમારી તમામ મનોકામના પૂર્ણ થશે. ભગવાનની કૃપા ઉતરશે. તમારી કાર્યશક્તિ વધશે. તમારો જૂસ્સો વધતા કામ કરવાની લગન વધશે. તમને ધારી સફળતા મળશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111307773
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now