*મારુ અસ્તિત્વ* ૧૫-૧૨-૨૦૧૯ લેખ..
આ મારું અસ્તિત્વ અનસૂયા મા તમેજ છો...તમારા થકી તો હું " હું બની છું....મારા પ્રાણ કેરું અસ્તિત્વ તમે છો... મારા ભાવના નામની ઓળખ પણ તમારા થકી જ છે...મા તમારા જીવન થકી તો છે મારું આ જીવન..... તમારા થકી તો આ મારું જિંદગી નું અસ્તિત્વ છે બાકી મારી કોઈ હસ્તી નથી હું તો એક પામાર જીવ છું.... હું અજ્ઞાની અને ભૂલો ની ભરેલી છું.. આ જીવન સંઘર્ષની મારી હર ઘડીમાં તમારું અસ્તિત્વ જ મારું જીવવાનું બળ બન્યું છે... જન્મમરણના આ ચક્રવ્યૂહમાં આ ભવસાગર તરવા તમે તો તારણહાર બન્યા છો... તમારા અસ્તિત્વ થી તો મારા જીવનમાં ઉજાસના અજવાળા પથરાયા છે... મારી આ જીવન ની ડૂબતી નૈયાનો સહારો તમેજ છો એક... હે ગુરુ અનસૂયા મા એટલે જ આ જીવનની હર પલમાં,કણ કણમાં ,મારી રગ રગ માં બસ તમારુ જ અસ્તિત્વ છે અને રહેશે... મારા દરેક પોકાર માં તમારું જ નામ છે... જય ગણેશ.. 🙏
ભાવના ભટ્ટ અમદાવાદ...