ચાણક્ય નીતિ: પ્રેમ અને લગ્નની આ 5 વાતો સ્વીકારનારના જીવનમાં નથી રહેતી કોઈ સમસ્યા
પ્રેમની કોઈ ચોક્કસ પરીભાષા નથી પરંતુ કહેવાય છે કે પ્રેમ દરેક ભૌતિક વસ્તુથી અલગ હોય છે. તેવામાં ચાણક્ય પુરુષોના પ્રેમ અને લગ્ન સંબંધિત કેટલીક એવી વાતો જણાવે છે જે આજના સમય અનુસાર યોગ્ય જણાય છે. ચાણક્ય અનુસાર સ્ત્રીઓ માટે પુરુષોને સમજવા મુશ્કેલ કાર્ય હોય છે અને પુરુષો માટે સ્ત્રીઓને સમજવી મુશ્કેલ છે. આ સાથે જ તેમણે પુરુષો બાબતે એવી વાતોનો ઉલ્લેખ કર્યો છે જે કડવી તો છે પરંતુ કળયુગમાં સ્ત્રી અને પુરુષો આ માનસિકતાથી ઘેરાયેલા છે.
- પુરુષો હંમેશાં આકર્ષણ પાછળ દોડે છે અને હંમેશા સુંદર વસ્તુઓની ઇચ્છા રાખે છે. આ સમાજે સ્ત્રીને પણ એક સુંદર વસ્તુ બનાવી દીધી છે. તેથી દરેક પુરુષ સુંદર સ્ત્રી સાથે જ લગ્ન કરવા માંગે છે. ખૂબ ઓછા પુરુષો આંતરિક સુંદરતાને મહત્વ આપે છે.
- પુરુષો પોતે ગમે તેવા દેખાતા હોય છે પરંતુ તેઓ લગ્ન માટે એક સુંદર છોકરી જ ઇચ્છે છે. પછી ભલે તે સ્વભાવથી સારી હોય કે નહીં. પુરુષ એક સુંદર પત્ની વડે સમાજમાં બતાવે છે કે તે કેટલો ભાગ્યશાળી છે.
ચાણક્ય અનુસાર કોઈ માણસને લાગે છે કે તેની પત્ની સુંદર નથી તેના મનને ઠેસ પહોંચે છે. આવી સ્થિતિમાં તેણે અરીસામાં જોવું જોઈએ. સુંદરતા ચહેરા પર નહીં પરંતુ હૃદયમાં હોય છે. દરેક માણસે આ સમજવું જોઈએ કે ખામી બધામાં હોય છે. કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાં સંપૂર્ણ નથી હોતી.
- આ સમાજમાં પુરુષ પોતાની પત્નીમાં સુંદરતા જોતો નથી. તેના સ્વભાવની સુંદરતાને પણ તે જોતો નહીં. તે સમયને યાદ કરવો જોઈએ જ્યારે પત્ની સમાજનો વિરોધ સહન કરી તમને ટેકો આપે છે.
- ચાણક્યના કહેવા મુજબ તમે તમારી પત્ની સાથે કરેલી છેતરપિંડીને યાદ કરો. ત્યારપછી પણ જો તમારી પત્ની હંમેશાં તમારો સાથ આપે તો તમે ખરેખર નસીબદાર પતિ છો.