કોઈપણ આંદોલન સચ્ચાઈ પર ટકે છે. જો તમે સત્યની રાહ પર હોવ તો તેની સાબિતી માટે પૂરતા પુરાવા પણ હોવા જોઈએ. જો તમારી પાસે પૂરતા પુરાવા છે, તો કોઈ sitની જરૂર પડતી નથી. ડાયરેક્ટ ફેંસલો હોવો જોઈએ. આંદોલન કોઈપણ એક નેતા પૂરતું ન હોય. એક ઉત્તમ નેતાએ તમામ આંદોલનકારીઓનો મંતવ્ય શું છે તે જાણવુ જોઈએ. નેતા એટલે તમામ લોકો વતીની વાણી છે. તે જ વાણી નહીં. અત્યાર સુધી મોટાભાગે એવું જ બનતું આવ્યું છે. કોઈપણ ધર્મ, સમાજ, જ્ઞાતિ કે મંડળ હોય તેનો નેતા બોલે એટલે આગમવાણી. એલા ભાઈ તમે તેમના પ્રતિનિધિ છો. નિર્ણય નહીં. નિર્ણય તો બધાએ સાથે મળીને લેવાનો હોય છે. જ્યારે લેભાગુ નેતા બને ત્યારે તેઓ તેમની મહત્વાકાંક્ષા ને સંતોષવા માટે તેમના અનુયાયીઓ નો હાથા તરીકે ઉપયોગ કરતાં હોય છે. બને ત્યાં સુધી કોઈનો હાથો ના બનવું. કુહાડી તૈયાર જ રાખવી નેતાને જ ઉડાવી(હટાવી) દો.
-ઇતરકાકા