અક્ષમ્ય
આજકાલ ખૂબ ચર્ચાઓ ચાલે છે, દીકરીઓને કરાટે શીખવો, દીકરીઓ ને સિંહણ જેવી બનાવો, દીકરીઓને આ શીખવાડો તે શીખવાડો, પરંતુ બધી સારી રીતભાતો, સંસ્કાર દીકરી ને જ શીખવવામાં આવશે તો તે તો સંસ્કારી, સશક્ત બની જશે પરંતુ દીકરા નું શુ ? કેમ કોઈ એમ નથી વિચારતું કે દીકરાને પણ સારી રીતભાત શીખવવીએ, સારા વિચારો આપીએ, સારા સંસ્કારોનું સિંચન કરીએ, તો સમાજ માં જે કાંઈ પણ બને છે તેમાં ઓટ આવે. આજે સમાજ એવી પરિસ્થિતિ પર પહોંચીને ઉભો છે કે માત્ર દીકરી....દીકરી...કરીને... "દીકરા" ની બાબત માં ધ્યાન આપવાનું ભૂલીને, દીકરાના મનમાં જાણે અજાણે નેગેટિવિના બીજ રોપે છે.સમાજ માં કોઈપણ અગમ્ય પરિસ્થિતિ ઉભી થાય તો દરેક લોકો થોડા સમય માટે દીકરી બાબત સારી સલાહો નો ધોધ વરસાવવા લાગશે....હા...એવું અનઇચ્છનીય,અક્ષમ્ય બનાવ બને તો તેના દુઃખમાં રોષરૂપે ખૂબ ગુસ્સો આવે, મન ખૂબ વ્યથિત થઇ ને બેબાકળું બની જાય.પરંતુ આના જ પગલાં રૂપે,પડકારરૂપે એવું નક્કી કરી શકાય કે દીકરીને તો સશક્ત બનાવીશું જ પરંતુ દીકરાને પણ તે જન્મે ત્યારથી જ સારા વિચારો વાળો, શોર્યવાન, સંસ્કારી ઉછેર કરીશું.
આ જવાબદારી માત્ર સમાજ ની નથી, પણ દરેકે દરેક માતાપિતાની પણ છે. એટલા માટે જ લોકો જાગો...આ એક સામુહિક જવાબદારી છે. તેની માટે દરેકે શિક્ષિત હોવુ જરૂરી છે. જેટલા સારા વિચારો માતાપિતા ના અને સમાજ ના હશે એટલે જ સારા વિચારો આપણે , આપણી આવનારી પેઢી ને આપી શકીશું તે ઉપરાંત નેગેટિવ સમાચારો, ઉશ્કેરીજનક સમાચારો આવે છે તેની જગ્યાએ વધારે માં વધારે પોઝિટિવ સમાચારો આવે તેની ખૂબ જરૂર છે.
જાગૃતિ માટેની જવાબદારી દરેકેદરેક વ્યક્તિ લેશે તો આપણી "દીકરી"ઓ સુરક્ષિત બની જશે અને આપણા "દીકરા"ઓ પણ અક્ષમ્ય કાર્ય નહિ કરે અને દેશ ને સર્વોચ્ચ સ્થાને પહોંચાડશે.?