*મા ને ભજી લેજો*
આ જગે માનવ થઈને આવ્યાં,માનવધર્મને ધરી લેજો,
કરવા આ કાયાનું કલ્યાણ, ચેહર મા ને ભજી લેજો.
ફરી મળે કે ના મળે,આ જન્મ અહીંયા માનવ રૂપે,
દિલમાં દયા અને કરી સુકર્મ ને ભાથું જીવનનું ભરી લેજો.
ઉતરે જો ચેહર મા ની કૃપા તો જિંદગી સમૃદ્ધ છે,
આ દુનિયાનાં ભવસાગરના સાચાં મોતીને દિલે પરોવી લેજો.
બાંધી વિશ્વાસ ને શ્રદ્ધાના સઢ જીવનનૈયાને ચેહર મા ને ભજી લેજો,
અંતર ના નાદ થી પોકાર કરી આ ભવસાગર તરી લેજો.
પાણી ના પરપોટા સમી છે આ જિંદગી,
પલકવારમાં ફૂટી જાય એ પહેલાં
ભાવે ચેહર મા ને ભજી લેજો....
ભાવના ભટ્ટ અમદાવાદ....