"આ દેશમાં કાયદો અને નિયમો નાના અને નબળાં લોકો માટે જ હોય તેવું દેખાય છે. મોટા કૌભાંડીઓ ને કેમ કોઈ કાયદો કે દંડ વસૂલ કરવા જતું નથી. ખરે ખર શરમજનક છે. પેલી કહેવત સાર્થક થતી દેખાય છે" નબળો ધણી બૈરી ઉપર શુરો" નાના માણસ ને દંડ અને મોટાને સૌ માફ. કાનૂન માણસ માટે છે ,નહિ કે માણસ કાનૂન માટે. કોઈ પણ કાયદો સામન્ય માનવી ની સગવડ માટે ,નહિ કે અગવડ અને હાલાકી માટે. એક વાત યાદ રાખવા જેવી છે કે કોઈ આમ આદમીની આંતરડી કકળી ઉઠી તો તેની હાય જો લાગી ગઈ તો બધું પ્રશાસન ધ્વંશ થઈ જશે. જો કોઈ ચાણક્ય આવી ગયો તો બધા જ ધનનંદનો વિનાશ કરી નાખશે. ભાઈ, સમજો . કાયદાનો અમલ માનવતાને ભોગે કે આમ જનતાની આર્થિક કમર તોડીને ના થાય તેવું વિચારો.