પ્રત્યેકને માનવમાં માધવ દેખાય તો કેવું સારું!
જનેજનમાં જો જનાર્દન પરખાય તો કેવું સારું!
મંદિરવાસી દરેકના મન મંદિરમાં છે વસનારો,
પ્રત્યેકમાં પરમેશ સદા ઓળખાય તો કેવું સારું!
છે એ સર્વવ્યાપી ઘટઘટમાં એ બિરાજનારો,
માનવમાત્રમાં ઈશ્વર સમજાય તો કેવું સારું!
દીનહીન ટળવળે ચપટી ધાન પામવા સઘળે,
એનાં એ દુઃખને કદી દૂર કરાય તો કેવું સારું!
ચોક્કસ મળશે તને પરમેશ માનવ રુપ ધરીને,
જો તારી દ્રષ્ટિ સાવ જાય બદલાય તો કેવું સારું!
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.