Gujarati Quote in Thought by HeemaShree “Radhe"

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#my_words ...

એક વાત કહું,

તું વાત ના કરે તો પણ ચાલે છે, પણ તારા ફોન ની રાહ હું રોજ જોઇશ...

તું મળવા માટે નઈ આવે તો કોઈ વાંધો નથી, પણ એક એક આહટ માં તને શોધીશ...

તું તારી ના કહે તો ચાલે છે, પણ હું તો તને મારો જ કહીશ...

તું નજર થી દૂર હોય શકે છે, પણ હું સપના માં મળવા આવી જઈશ...

તું તારા માટે મને કદાચ "કોલ્ડ કોફી" સમજે, પણ હું તને "પાણી" જ કહીશ...

તું નજર થી ના શોધી શકે મને કદાચ, પણ હું તને તારી બંધ આંખે જ મળી જઈશ...

તું મનાવિશ મને ખબર છે એટલે જ, હું તારા થી વારે વારે ગુસ્સે થઈશ...

તું એક વાર હાથ પકડી જો, હું કાયમ સાથ આપી જઈશ...

તું પ્રેમ ને સમજે કે ના સમજે, પણ હું તને પ્રેમ થી ઘણું સમજાવી જઈશ...

તું "રાધું" ના કહેતો મને, પણ હું તને કોઈક વાર "કાનો" કહી દઈશ...

તું આ સંબધ ને શું નામ આપે તે ખબર નથી, પણ હું આને એક "વિશ્વાસ" કહી જઈશ...

તું એક વાર કહેજે કે "બસ હવે", તો હું પ્રેમ થી તારી જિંદગી માંથી પણ વહી જઈશ...

હીમાશ્રી...
"રાધું"

Gujarati Thought by HeemaShree “Radhe
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now