Gujarati Quote in Thought by hardik joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંસ્કારો ની પૂર્તિ માટે સામાજિક જીવન માં ત્રણ વ્યવસ્થાઓ ખૂબ જ જરૂરી છે.
કુટુંબ વ્યવસ્થા
શિક્ષણ વ્યવસ્થા અને
પોલીસ વ્યવસ્થા.

કુટુંબ માં પ્રથમ તબક્કે બાળક માં સંસ્કારો નું સિંચન, ત્યાર બાદ સમાજ માં કઈ રીતે વર્તવું તેનું સિંચન શાળા માં થાય અને ત્યાર બાદ તે સંસ્કારો ને સમાજ માં વાસ્તવિક રીતે અમલ માં મુકવા ના થાય છે અને સમાજ ની વ્યવસ્થા ન બગડે તે માટે પોલીસ વ્યવસ્થા પોતાની ફરજો નિભાવે છે.

પરંતુ આજે ત્રણે વ્યવસ્થાઓ પોતાનું મૂળ સ્વરૂપ ગુમાવ્યું છે અને પરિણામે દરેક કુટુંબ માં બાળકો માં અભ્યાસ નું સ્તર તો વધ્યું છે અને જીવન માં સુવિધાઓ પણ વધી છે પરંતુ રોજબરોજ ના જીવન માં પ્રશ્નો વધતા ગયા છે.

કુટુંબ માં વડીલો નું સ્થાન નીચું થયું છે
સંતાનો ને વડીલો ના અંગત અને વીતી ગયેલા જીવન માં કોઈ રસ નથી રહ્યો.
બે પેઢીઓ વચ્ચે જ્ઞાન, અનુભવો અને સારા સંસ્કારોનું આદાન પ્રદાન ઘટી ગયું છે.
વડીલો ને વાત વાત માં ઉતારી પાડવા માં આવે છે.
ભાઈઓ ભાઈઓ વચે કે ભાઈઓ બહેનો વચ્ચે ઝઘડાઓ વધ્યા છે, આપણી અદાલતો માં આવા કેસ નો સતત ને સતત ભરાવો થતો રહે છે.
સમાજ માં વધતા જતા ગુન્હાઓ અને ગુન્હેગારો નું પ્રમાણ પણ આ ત્રણે વ્યવસ્થાઓ નું નિષ્ફળતા જ બયાન કરે છે.
....................

Gujarati Thought by hardik joshi : 111281687
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now