કલિંગ રાજ્યમાં એકવાર દુષ્કાળ પડ્યો , તેથી રાજા અશોકે પોતાના ભંડાર પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા . એક વૃદ્ધ વ્યક્તિ પોટલામાં અનાજ ભરી જતો હતો . પણ તેનાથી , એ પોટલું ઊંચકાતું નહોતું . ત્યારે વેશ પલટો કરીને નગરચર્યા કરવા નીકળેલા રાજા અશોકે આ દ્રશ્ય જોયું તો તરત જ વૃદ્ધ નજીક ગયા અને પોતાના માથે પોટલું મૂકી કહ્યું , ચાલો , હું તમને ઘેર પહોંચાડી દઉં , જ્યારે વૃદ્ધનું ઘર આવ્યું ત્યારે વૃદ્ધનો છોકરો બહાર આવ્યો . તેણે પોટલું ઉતાર્યું અને રાજા સામે જોયું . તેણે સમ્રાટ અશોકને ઓળખી લીધા . તમે તો સમ્રાટ અશોક છો. સમ્રાટ કહે, હા, આ મારું સૌભાગ્ય છે. મારું શરીર આજે એક સેવામાં ઉપયોગી થયું.
ચાલોને સાથે મળીને નવું ભારત બનાવીએ...
~વિશાલ ધડુક