લાગણી થી ખળખળો તો છે દિવાળી,
પ્રેમ ના રસ્તે વળો તો છે દિવાળી,
એકલા છે જે સફર માં જિંદગીની,
એમને જઈ ને મળો તો છે દિવાળી,
છે ઉદાસી કોઈ આંખો માં જરા પણ,
લઇ ખુશી એમાં ભળો તો છે દિવાળી,
દીવડાઓ બહાર પ્રગટાવ્યે થશે શું
ભીતરેથી ઝળહળો તો છે દિવાળી.
#HappyDiwali