Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આજે દિવાળી*‌ લેખ... ૨૭-૧૦-૨૦૧૦

આજે દિવાળી છે ...... આજે ચોપડા પૂજન પણ થાય છે... દિવાળી એટલે દિલની ભાવનાઓ ના દીપ પ્રગટાવવા અને બીજા ને મદદરૂપ બનવું... જે દિલના દેવાલય ને અજવાળે... અંતરના આકાશને ઉઘાડે઼... પ્રાણોને પ્રેમથી પલાળે, દેહના દીપને ઉજમાળે એનું નામ જ દિવાળી... આત્મા થી આત્મા મળે .... મનમાં રહેલી વેરની ગાંઠો ઓગળે અને દિ' જો વળે તો જ દિવાળી સાચા અર્થમાં સાર્થક બને.... દીપ સે દીપ જલાવો નો સંદેશો આપવા માટે આવે છે આ દિવાળીનું પર્વ... વરસો વરસ અમાવસથી અજવાળી પૂનમ સુધી ની યાત્રા એટલે દિવાળી ની ઉજવણી.... આપણે પણ દિલનાં ગોખમાં દિવ્ય દીવા પેટાવીએ.... અંતરને અને પરિવાર ની ભાવના મજબૂત બને એવા સમજણ ના દિપ પ્રાગટાવીએ... આપણા આખા જીવનપથને પ્રકાશિત કરે એવા દીવડા પ્રગટાવીએ.... આજથી વર્ષો પહેલાં શ્રી રામ,સીતા,લક્ષમણ... ચૌદ વર્ષ નો વનવાસ પુરો કરીને આ દિવસે અયોધ્યા આવ્યા હતા એ માટે પણ દિવાળી ઉજવાય છે.... અને એ ખુશીમાં જ આ દિવાળી ના તહેવારો ઉજવવામાં આવે છે.... અને એ ખુશીમાં અયોધ્યામાં ઘરે ઘરે દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.... એ યાદમાં આજે દિવા પ્રગટાવવામાં આવે છે.... આત્મા નો દીપ જલાવો.... બહારી દીવા તો પ્રતીક છે. સંકેત છે.. ખરેખર તો તનના કોડીયામાં રહેલી મનની વાટને સ્નેહ ના ઘીમાં ઝબોળી ને જ્ઞાન ની જ્યોત જલાવવાની છે ‌... દિલનો દીપ જલયો તો સમજો દિવાળી સફળ ને આ જિંદગી ની સફર પણ સફળ અને તો જ દિવાળી આપણા દિ' વાળશે....
એક કવિની પંક્તિ...
" રાત ભલે હો અંધારી
વાટ ભલે હો કાંટાળી "
તમે જલાવો દીપ સનેહના ......
ભાવના ભટ્ટ અમદાવાદ......

Gujarati Blog by Bhavna Bhatt : 111277924
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now