મુસાફિર હું મુસાફિર છું લહેરની વાટ લેવી છે,
મળે જો સથવારો સારો તો એક બે વાત કેવી છે.
આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે,
સમંદર તો હૈયામા છે એવી ઘૂઘવાટ લેવી છે.
ગવનના છાંયડા નીચે હજારો ગાવ હાલીને,
આવે આફત સાથીને તો એની ઘાત લેવી છે.
હુંય તમારા જેવો છું મારી તાશીર જુદી છે,
મળે હેતુ સાચા તો હવે ચોપાટ લેવી છે.
બધી દુનિયા તમારી છે અમારે કઈ ના જોઈએ,
તમારા બાગ ની એક જ કળી સંગાથ લેવી છે.
તમારી હેડકી આવે તોય આ "રાજ" રાજી છે,
આખું આયુષ આપી ને એક મુલાકાત લેવી છે.
- રાજભા ગઢવી "રાજ"