Gujarati Quote in Poem by Bhavna Bhatt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*અક્કલ ના આવી* ૧૭-૧૦-૨૦૧૯

પચાસે પણ અમુકને અકકલ ક્યાં આવે છે?
ને છતાં પણ લોકને ક્યાં સમજ આવે છે ?

હોય દીવાલો અચંબિત ઘરની હર એક,
જ્યારે પણ ઘરમાં મહાભારત રચાય છે.

ત્યારે ઇશ્વર મનમાં હસતા હશે તમાશા સારુ,
કોઈ મંદિરમાં પણ કરગરતુ હશે શાંતિ સારુ.

આના કરતા તો એકલા જીવ્યા હોત તો સારું,
જેનો હાથ પકડ્યો એ જ ના બનયો સહારો.

જાત ઘસીને ઘર સંભાળ્યું પણ ના કદર થઈ,
જ્યારે દુઃખના દિવસોમાં કોઈ મદદરૂપ ના થયું.

જાત પેટાવી હતી અજવાળવાં ઘર માટે,
અંધારું કરી દીધું જીવનમાં બીજા માટે.

દેવતાઓ ૫ણ દેવીને સન્માનથી આગળ કરે છે,
એક માણસ જાત જ પત્નીને નીચી દેખાડે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ.....

Gujarati Poem by Bhavna Bhatt : 111272468
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now