Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે રહી રહીને મને એક સવાલ થાય છે, જે હું આ બધું મારી વાર્તામાં લખ લખ કરું છું એ ખરેખર શક્ય છે?

પ્રેમ નામની કોઈ ફિલિંગ આ દુનિયામાં છે ખરી? બે દિલ એકસાથે ધડકે એવું, ચાર આંખો એક સપનું જુએ...એવું બધું સાચેસાચ થાય?

જસ્ટ વિચાર કરો... તમે આરામથી તમારી ઑફિસમાં બેઠા છો અને કોઈક તમારી થોડી થોડીક જ જાણીતી વ્યક્તિ આવીને સીધું તમને કહી દે, “I Love you" તો? તમારી શું હાલત થાય..?

કહાનીમાં થોડો વધારે ટ્વીસ્ટ ઉમેરું, (મારે વાર્તા લખવાની છે! ?) તમે પહેલાથી જ પરણેલા છો, ઘરે સુંદર સુશીલ પત્ની છે, બાળકો છે પણ પ્રેમ નામની વસંત તમારા જીવનમાં ક્યારેય ખીલી નથી... ત્યારે? તમે શું જવાબ આપશો?

સામેવાળી વ્યક્તિને તતડાઈ નાખશો કે એને પ્રેમથી સમજાવી લેશો...કે ઘરવાળી - બહારવાલીના ચક્કરમાં પડી જશો...???

આ સેમ સવાલ સ્ત્રીઓ માટે પણ લાગુ પડે છે હોં... જેને જવાબ આપવાની ઈચ્છા થાય એ ચોક્કસથી આપજો તમારા આ જવાબો જ મને નવી વાર્તા લખવાની પ્રેરણા આપે છે...! ?

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111271972
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now