Gujarati Quote in Poem by Kinjal Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેવી રીતે મળું તને?

મળવાની ઇચ્છા તો છે પણ
તુ મારી સાથે નથી
આપણુ મળવુ અશક્ય નથી પણ
કેવી રીતે મળુ તને?

સાગરની જેમ તને અડવાની ઇચ્છા છે પણ
સાહિલની જેમ તુ મારી સાથે નથી
તને સ્પર્શ કરવો અશક્ય નથી પણ
કેવી રીતે સ્પર્શ કરુ તને?

આકાશની જેમ તને પામવાની ઇચ્છા છે પણ
ધરતીની જેમ તુ મારી સાથે નથી
તને પામવી અશક્ય નથી પણ
કેવી રીતે પામું તને?

વરસાદની જેમ તને ભીંજવવાની ઇચ્છા છે પણ
ધરાની જેમ તું મારી સાથે નથી
તને ભીંજવવું અશક્ય નથી પણ
કેવી રીતે ભીંજવુ તને?

વેલની જેમ તને આગોશમાં લેવાની ઇચ્છા છે પણ
વ્રૃક્ષની જેમ તું મારી પાસે નથી
તને આગોશમાં લેવું અશક્ય નથી પણ
કેવી રીતે આગોશમાં લઉ તને?

ચાંદની જેમ તને પોતાની બનાવી લેવાની ઇચ્છા છે પણ
ચાંદનીની જેમ તું મારી પાસે નથી
તને પોતાની બનાવવી અશક્ય નથી પણ
કેવી રીતે પોતાની બનાવું તને?

આમ તો ઘણા તથ્યો છે પ્રેમના અને ઘણા ઉદાહરણ છે. પુર્ણ અને અપૂર્ણ પ્રેમના પણ પ્રેમ પોતે જ પુર્ણ છે. હા એ સત્ય છે પ્રેમ બે વ્યક્તિ વચ્ચે હોય છે પણ જરૂરી નથી હોતું કે એ બન્ને એકબીજાના થઇને રહે.ક્યારેક એ પ્રેમ પર ફક્ત અને ફક્ત તમારો જ હક હોય છે એમાં ભાગીદારી શક્ય નથી હોતી.

- કિંજલ પટેલ (કિરા)

Gujarati Poem by Kinjal Patel : 111270428

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now