Gujarati Quote in Story by Amita Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બધા જ રાહ જોઈ રહ્યા હતાઃ, આજે સાંજે સિક્રેટ શરદ પૂનમની ગેમ માં કંઇક ધડાકો થશે.

સ્કૂલ થી કૉલેજ સુધી છેલ્લા ૧૦ વર્ષ થી ૫ છોકરીઓ અને ૭ છોકરાઓ નું ગ્રુપ મસ્ત બનેલું. કાયમ જોડે ને જોડે ! છાયા ને વાચાળ વરુણ અને શરમાળ સૌમિલ બંને ગમતાં. આજે તો સિક્રેટ માં જેની ચિઠ્ઠી નીકળે અને પ્રપોઝ કરે, એને જ હા પાડી દઉં.

સાંજે ગેમ માં એને બે ચિઠ્ઠી મળી. એક માં લખેલું, મને ખબર છે કે તું મારા સિવાય બીજા કોઈ ને ચાહી ના શકે. તારી પર બસ મારો જ હક છે. લવ યુ બેબી ! બીજા માં લખેલું , હંમેશ તને સુખી રાખીશ, મને સાથ આપશે ?

છાયાઅે વરુણ ની પહેલી ચિઠ્ઠી ફાડી નાખી .કોઈ ફોર્સ કેમનો કરે કે હક કેમ જતાવે ? સૌમિલ નો સાલસ પ્રેમ જીતી ગયો.

ઉપર આકાશ માં શરદ પૂનમ નો શરમાળ ચાંદ પોતાના વિજય પર મીઠું મીઠું મરકી રહ્યો અને સૌમિલ છાયા વરસાવી રહ્યો.

Gujarati Story by Amita Patel : 111270041
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now