આજે દિવસ તો બદલે છે,પણ લોકો નો સ્વભાવ નથી બદલતો.
લોકો દેશનો વિકાસ તો કરે છે, પણ પોતાના વિચારોનો વિકાસ નથી કરી શકતા.
એક છોકરી ચાહે ગમે તેટલા પ્રયત્નો કરે પણ તે ક્યારેય કોઈની નજરમાં પોતાનું સ્થાન નથી બનાવી શકતી.
દુનિયા હંમેશા એક છોકરી ને એક અલગ જ નજરે જુએ છે.જાણે તેણે આ ધરતી પર જન્મ લઈને કોઈ ભૂલ કરી હોય.તે છોકરી છે તો બસ ઘર સંભાળવાનું અને પરિવાર ને ખુશ રાખવાનો.બધાની ઈચ્છા નું ધ્યાન રાખવાનું.
પરંતુ,એક છોકરીની પોતાની ખુશી નું શું?
પોતાની ઈચ્છા નું શું?
શું એક છોકરીની કોઈ ખુશી કે ઈચ્છા નથી હોતી?તેને પોતાની ઈચ્છા અને ખુશી બીજા ને કહેવાનો કોઈ હક નથી?
બધાની જેમ એક છોકરીની પણ ઘણી ઇચ્છાઓ હોય છે.
બસ, જરૂર છે તેને સમજવાની અને તેનો સાથ આપવાની.
જો દુનિયા એક છોકરીની ઈચ્છાઓને સમજે અને તેને પૂરી કરવા તેનો સાથ આપે તો ખરેખર આ સમાજ પરિવર્તનશીલ બની જશે.
આજનો સમાજ એક દેવીમાં ની પૂજા અર્ચના કરે છે, વ્રત તપ કરે છે,પણ પોતાના ઘરની દિકરીની ઈચ્છા અને ખુશીનું ધ્યાન નથી રાખતા.એક છોકરી પણ દેવીનું જ સ્વરૂપ છે.જો આપણો સમાજ દિકરીને ખુશ રાખે તેની ઈચ્છાઓને પૂરી કરે તો દેવીમાં કોઈ પુજા અર્ચના કે વ્રત તપ વગર જ પ્રસન્ન થઈ જશે.
આજે એક છોકરીને બદલવાની જરૂર નથી,સમાજને પોતાના વિચારો બદલવાની જરૂર છે.
રાધે ક્રિષ્ના