આજ કાલ લોકો કોઈ પણ સંબંધ બનાવી તો લે છે પણ તેને નિભાવી નથી શકતા.જેનુ મહત્વનું કારણ છે સમજશક્તિ.
સંબંધ તો બનાવી લે છે, પણ એકબીજાને સમજી નથી શકતા.
પણ સાહેબ,ખાલી સંબંધ બનાવ્યા એટલે પૂરું ના થઈ જાય.કોઈની લાગણીઓને સમજવા માટે તેનાં દિલમાં ઊંડાણપૂર્વક ઉતરવું પડે.
જે માટે વિશ્વાસ ની જરૂર પડે અને વિશ્વાસ કોઈ ને ભેટ માં નથી મળતો વિશ્વાસ તો જીતવો પડે.
વિશ્વાસ ત્યારે જીતી શકાય જ્યારે કોઈની લાગણી સમજી શકાય. જ્યારે લાગણી તો પ્રેમ નું બીજું નામ છે.
પ્રેમ બધાં સંબંધો માં હોવો જરૂરી છે.કોઈ પ્રત્યે પ્રેમ હોય તો જ લાગણી હોય અને લાગણી હોય તો જ વિશ્વાસ થઈ શકે.
આમ, દરેક સંબંધ માં પ્રેમ, લાગણી અને વિશ્વાસ જરૂરી છે.આ ત્રણેય શબ્દ જ સંબંધ ને એક પૂર્ણ રૂપ આપે છે.
રાધે ક્રિષ્ના