*અંહકાર*
લંકાનું દહન
રાવણ નું દહન
બાળકોનો આનંદ
*દહન* કરવામાં
પણ સમજ એટલી
રાવણ પર સ્ત્રી ને
લાવી પસ્તાયો..
રામે તેના *અહંકાર*
ને પડકારી બાળ્યો.
જનની ચોસઠ જોગણીઓ
સીતા એક સ્વરૂપ..
બાળ શીખો...*
*પર સ્ત્રી માત સમાન*
*અહંમ દાનવ સમાન*
દૂર રહો તે બે થી..
નહિ તો નાશ જરૂર છે
એ સમજની સૌ બાંધે ગાંઠ.
ઉજવણી રાવણના વધની
નહિ..
ઉજવણી *અહંકાર*ના વધની.
તે છે દશેરા પર્વની સાચી સમજ.
જયશ્રી પટેલ
૮/૧૦/૧૯