Gujarati Quote in Shayri by Pravin..

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કહ્યું છે કદી? કે મને કંઈ દવા દે
જુના દર્દ થાકી ગયા છે, નવા દે

ભલે જોમ છે, એ છતા બેસવા દે
હવે થોડું મંઝીલને પણ ચાલવા દે

ચલણમાં એ ક્યારેક તો આવશે ને
પ્રણયનાં જ સિક્કા મને છાપવા દે

હજારો વખત એણે માર્યો, હવે બસ
સમજદારીને ગોળીએ મારવા દે

ન આપ્યા જગતને છતાં પણ મેં પાળ્યા
જે ખુદને દીધા એ વચન પાળવા દે

સરસ છે સરસ છે, જો આંખોએ કીધું
હૃદય બોલી ઉઠ્યું, જવા દે જવા દે

સંદીપ પૂજારા

Gujarati Shayri by Pravin.. : 111267243
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now