આ અર્ચના , તું સાંભળે ને એટલે ,
આરાધના , તું અવતરે ને એટલે.
મારે નથી કંઈ સ્વર્ગ જેવું પામવું, ,
છે પ્રાર્થના ,બસ તું મળે ને એટલે.
મેં શ્વાસને પણ પાથર્યા યાત્રા થકી,
શ્રદ્ધા બધી સાચી ઠરે ને એટલે.
કૈં અાતમાનો દીવડો અમથો નથી,
તું આરતીમાં ઝળહળે ને એટલે.
ઉપવાસ જેવું લે હવે તો આદર્યું,
અંદર સુધી તું ખળભળે ને એટલે.
-' શિલ્પી ' બુરેઠા (કચ્છ )