Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખોટ...
રમા ને રમેશ નો સંસાર આનંદથી વિતતો હતો.વરસો ના વહાણા એ જ રીતે વિતતા જતા બન્ને આનંદી જીવ તેથી ક્યાંય અશાંતિ નહોતી.
એક માત્ર ખોટ બાળક ની હતી.
બન્ને ને એક વાર સાથે જ આ વાત સમજાય.સમજુ તેથી દાક્તર ને જ મળી આજ ના યુગ ને અનુસરી ઊપાય કરવા નું નક્કી કર્યું .
દાક્તર ને મળી બહાર આવ્યા સાથે આશા ના કિરણો ની ઝોળી ભરી આનંદ હતો.ત્યા રસ્તા માં ટોળુ જોયું .નજર નાંખી તો એક ભિખારણ રસ્તા માં એક બાળક ને જન્મ આપી મૃત્યુ પામી હતી.બાળક છાપા પર વલવલાટ થી તરફડતું હતું
રમા ને રમેશ નું હૈયું સંતાન વિહોણું ! માતા વગર ના આ બાળ શિશુ ની આર્તનાદ થી વલોવાય ગયું . પોલીસ સાથે વાર્તાલાપ કરી ને બાળક ને "ખોટ" પુરવા દત્તક લઈ લીધું ...દાક્તર ને આભાર નો ફોન કરી દીધો...બાળક ને મા ની"ખોટ" પુર્ણ કરી...ત્રણેય એક બીજા ની "ખોટ" ના પૂરક બની ગયા...!!!

જયશ્રી પટેલ

૮/૧/૧૭

Gujarati Story by Jayshree Patel : 111266366

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now