આજે તૂ એકલી પડીશ ને કદાચ મારી યાદ આવશે,
ચારેકોર સૂનકાર જોઈને મારો સાદ આવશે,
આજે સાથ આપવા રાસ-ગરબાની કોઈ
રમઝટ નહીં આવે,
દાંડિયા લઈને કોઈ સંગત નહી આવે,
રાતોનું અંધકાર કાપવા ઝગમગાટ નહીં હોય હવે,
દિલની વેદના દાબવા ધમધમાટ નહી હોય હવે,
હવે, પરાણે યાદ હું જ આવીશ,
આંખો મીંચીશ, કાન દાબીશ,
ધ્યાન ગમે તેટલું બીજે લગાડીશ,
પણ હું તો યાદ આવી જ જઈશ,
દસ-દસ દિવસનો દાયકો મેં પણ કાપ્યો છે,
મારી યાદોથી તુયે ક્યાં બાકાત રહી હતી,
હવે તારો વારો છે,
માણવું હોય તો માણી લેજે ને સહેવું પડે તો સહી લેજે...!