Gujarati Quote in Shayri by Pravin..

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મ્હેંકતી ગુલાબજળની છાંટ જેવી છું સજન,
આવ, ડુબકી માર ગંગાઘાટ જેવી છું સજન.

ઝળહળાવી ના શકું દીવાનખાનાને છતાં,
ગોખમાં જલતી રહેલી વાટ જેવી છું સજન.

હોય જેને થાક મબલખ, ને વિસામાની કદર,
એમના માટે હિંડોળાખાટ જેવી છું સજન.

કેમ જોડી જામશે તું કિંમતી રેશમ સમો,
હું તો ખરબચડી ને માદરપાટ જેવી છું સજન.

કોઇપણ કળ વાપરી ખોલી શકાતું'તું કદી,
એ જ તાળા પર ચડેલા કાટ જેવી છું સજન.

ભલભલા અડધી રમતથી કેમ ભાગી જાય છે?
તું કહેને, હું કોઈ ચોપાટ જેવી છું સજન?

હું જ અંદર જળકમળવત્ ,હું જ અંદર જોગણી,
બ્હારથી હું રુપ-રસની ફાંટ જેવી છું સજન.

-‌ પારુલ ખખ્ખર

Gujarati Shayri by Pravin.. : 111265101
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now