હા હજુ યાદ છે…!
હા હજુ યાદ છે મને તારા એ નમણા નયન ની નજાકત.
હા હજુ યાદ છે મને તારી એ રેશમી જુલ્ફોની મહેક.
હા હજુ યાદ છે મને તારી એ મધથી પણ મીઠી વાણી.
હા હજુ યાદ છે મને તારી સંગ એક બેન્ચ પર બેસવુ ને ભણવુ.
હા હજુ યાદ છે મને તારી એ મનોહર સાદગી ને સરળતા.
હા હજુ યાદ છે મને તારા પ્રેમથી પણ મધુર તારૂ એ સ્મિત.
હા હજુ યાદ છે મને તારા ગુલાબી હોઠોનો એ મીઠો રસ.
હા હજુ યાદ છે મને મારી ભાવના ની મજાક નો એ પ્રેમ યાદ છે મને! ............
Mr.Alone...