પૂજ્ય બાપુને
જન્મદિવસના પ્રણામ ?
ગઝલ
દેખ દશા બાપુ અમારી, કે ઉપાધી છે રાંધી,
બાપુ દશેય દિશામાં લ્યો, ક્યાં શોધું બીજા ગાંધી?
જન્મેજન્મે ફીનિકસ અમે માનવ હિંદુસ્તાની,
ખાઈ ખબોચી રિશ્વત, જનતાનેય કરી છે ખાંધી.
છે કંઈ અનામત પદવી મેળવવાનું મૂલ્ય અહીં.?
કોમીવાદી હોબાળા ને જુઠ્ઠાણાં ની આંધી.
એળે જાય ન કુરબાની, બાપુ વતન એ લજ્જા,
તોફાનો ના આક્રંદ મહીં હું ક્યાં શોધું કાંધી?
કે જાદુઈ સોટી લઇ આવો ક્યાં જાવું સમજાવો..?
સાચાં અડસટ્ટા માંડી, દેખાડો એક્તા બાંધી.©ગા×14
-આરતીસોની©રુહાના!
અમદાવાદ.