Gujarati Quote in Gandhigiri by Dhavalkumar Padariya Kalptaru

Gandhigiri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માતૃભાષા પ્રેમ....#ગાંધીગીરી
"અરે...! આ શું...? તમે તો ભણેલા ગણેલા લાગો છો...? તો પછી આ ચેકમાં ગુજરાતીમાં કેમ ચિતરામણ કરો છો...?"એક બેન્કરે નાકનું ટેરવું ચઢાવતા મને કહ્યું. મેં પણ રોકડું પરકાવતા કહ્યું:"ગુજરાતી મારી માતૃભાષા છે અને મારી માતૃભાષાની મુકત અભિવ્યક્તિ એ મારો અબાધિત અધિકાર છે."બેન્કરે કહ્યું:"વહીવટની સરળતા ખાતર અમે ગ્રાહકો પાસે અંગ્રેજીમાં અભિવ્યક્તિનો આગ્રહ રાખીએ છે. અને તમે ભણેલા લાગો છો એટલે એવો આગ્રહ છે."મેં કહ્યું:"આપની અહીં જ ભૂલ થાય છે. માતૃભાષાની ઉપેક્ષા કરીને ઉજળું દેખાવાની અને અંગ્રેજી બોલીને પ્રભાવ પાડવું એ ફેશન બની ગઈ છે.આ જ રીતે આપણે વહીવટમાં બધે જ અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરીશું તો એક સમયે" લુપ્ત થતી માતૃભાષાને બચાવવા માટેનું અભિયાન"પણ આપને અંગ્રેજીમાં ચર્ચા કરવી પડશે.ગાંધીજી અંગ્રેજી કેળવણીને ગુલામીનું શિક્ષણ કહેતાં.અને આપણે આપણાં દેશમાં જ માતૃભાષાની ઉપેક્ષા કરીશું તો અન્ય લોકો તેને કેવી રીતે સ્વીકારશે...? એટલે હું બેન્ક,પોસ્ટ ઑફિસ તેમજ અન્ય સરકારી અને વહીવટી કામકાજમાં મારી માતૃભાષાનો જ ઉપયોગ કરું છું.અંગ્રેજી જાણવું જરુરી છે પણ તેનાં વધું પડતા પ્રભાવ માં ન રહેવું જોઈએ. મારી આવી ગાંધીગીરી જોઈને હવે એ બેન્કર જ્યારે હું બેન્કનાં કામ અર્થે જાઉં તો મારા ચેક પર નામ લખેલું વાંચે છતાં નામ બોલવાને બદલે તે મને "માતૃભાષા પ્રેમી..."તરીકે બોલાવે છે.."ગાંધીગીરી"નો પ્રભાવ આજે પણ અકબંધ છે... ચાલો...આપણે બાપુનાં વિચાર તરફ એક ડગલું માંડીએ..."એક કદમ...માતૃભાષા કી ઔર...!"

Gujarati Gandhigiri by Dhavalkumar Padariya Kalptaru : 111264433
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now