Gujarati Quote in Gandhigiri by Rakesh Thakkar

Gandhigiri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#gandhigiri
એક કામથી સરકારી ઓફિસમાં જવાનું થયું. કર્મચારીએ કામ 'તત્કાલમાં' કરવું છે કે 'જનરલ'માં એમ પૂછ્યું. એણે કહ્યું કે જનરલમાં ઘણા દિવસો લાગશે. 'તત્કાલમાં' આજે જ થઇ જશે. મેં કહ્યું કે બંનેમાં શું ફરક છે? તેણે કહ્યું કે, 'તત્કાલમાં' 'ગાંધીજી' (ગાંધી છાપ નોટ) ના દર્શન કરાવવા પડશે. મેં 'તત્કાલમાં' કામ કરવા કહ્યું. તેણે ઝડપથી કરી આપ્યું. અને હાથથી ઇશારો કર્યો. મેં બાઇકની ચાવીમાં ગાંધીજીની જયંતી આવતી હોવાથી ગાંધી બાપુના ફોટાવાળું કીચેઇન નવું જ લગાવ્યું હતું. તરત જ એ કીચેઇન કાઢીને તેને આપી દીધું. અને કહ્યું:"ગાંધીજીના દર્શન કરી લેજો!" તે મોં વકાસતો રહી ગયો! અને હું નીકળી ગયો.

Gujarati Gandhigiri by Rakesh Thakkar : 111264341
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now