આજે ઘણા સમય પછી નાનપણમાં જોયેલું સપનું મને યાદ આવ્યું,
સપનું એવું હતું કે મારે જોવો હતો તાજમહેલ,
તાજમહેલ જોવાના સપનાઓમાં કંઈક કેટલીક યાદો પાછળ છૂટી ગઈ,
એ યાદોનાં સંભારણા કરવા મને મારા જૂનાં ઘરે જવાનું મન થઇ ગયું.
એ તાજમહેલના બદલે મને મારું જૂનું એ ઘર મને તાજમહેલ જેવું લાગે છે,
તાજમહેલ જેવું ઘર કે જેમાં પપ્પાની યાદો ના સંભારણા મને ફરી ને ફરી જીવવા માટે પ્રેરે છે.
આજે ઘણા સમય પછી નાનપણમાં જોયેલું સપનું મને યાદ આવ્યું.
આજે ઘણા સમય પછી નાનપણમાં જોયેલું સપનું મને યાદ આવ્યું,
તાજમહેલ સંગેમરમર નો બનેલો છે,
અને એ મારું ઘર પપ્પાના હરેક પસીનાની કમાણીમાંથી બનેલા તાજમહેલની ઇમારત કરતા પણ વધારે સુંદર છે.
તાજમહેલ એ પતિ-પત્નીના પ્રેમની નિશાની છે,
પણ મારું એ ઘર મારા નાનકડા પરિવારની ખુશી ની નિશાની છે.
આજે ઘણા સમય પછી નાનપણમાં જોયેલું સપનું મને યાદ આવ્યું.
આજે ઘણા સમય પછી નાનપણમાં જોયેલું સપનું મને યાદ આવ્યું.
કહેવાય છે કે તાજમહેલની હરેક દીવાલો સંગેમરમરથી ચમકે છે.
મારા ઘરની હરેક દીવાલો અમારા સપના અને મમ્મી-પપ્પાની મહેનતથી ચમકે છે.
તાજમહેલના એ આરસના પથ્થરમાંથી નીકળતી ઠંડક કરતા,
ઘરની ઈંટ માથી નીકળતી એ જૂની યાદોની યાદ મને વધારે ઠંડક આપે છે.
આજે ઘણા સમય પછી નાનપણમાં જોયેલું સપનું મને યાદ આવ્યું.
-નૂપુર છાયા ઓઝા
(Date : 22/09/2019)
If you like,Please share it.?